Home> World
Advertisement
Prev
Next

Afghanistan: હવે મહિલા ન્યૂઝ એન્કર ચહેરો ઢાંકી વાંચશે સમાચાર, તાલિબાનનું નવુ ફરમાન

Taliban rule in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના નવા ફરમાન પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ ચહેરો ઢાંકી સમાચાર વાંચવા પડશે. 

Afghanistan: હવે મહિલા ન્યૂઝ એન્કર ચહેરો ઢાંકી વાંચશે સમાચાર, તાલિબાનનું નવુ ફરમાન

કાબુલઃ અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. હવે તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરો માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે. 

fallbacks

અફઘાનિસ્તાનની સ્થાનીક સમાચાર ચેનલ ટોલોન્યૂઝ અનુસાર તાલિબાનના સૂચના અને સાંસ્કૃતિક મંત્રાલયે ફરમાન જાહેર કરતા તેને અંતિમ નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તમામ મીડિયા આઉટલેટ્સ માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

પ્રતિબંધો બાદ પ્રતિબંધો
મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થતાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને પ્રતિબંધો સતત વધારવામાં આવી રહ્યાં છે. 

આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધ બન્યું વૈશ્વિક ખાદ્ય સંકટનું કારણ, ઘણા દેશો પર દુકાળનો ખતરો

તાલિબાને બંધ કરાવ્યો હતો અભ્યાસ
વર્ષ 2021માં ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો. જ્યારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી લઈને અનેક બાબતો પર પ્રતિબંધો લાગૂ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More