Home> World
Advertisement
Prev
Next

Hotel of Doom: 55 અબજની કિંમતથી બની 105 રૂમની હોટલ, પણ આજ સુધી કોઈ આ હોટેલમાં રોકાયું નથી

Tallest Deserted Building in the World: વિશ્વની સૌથી ઊંચી હોટેલ છે. તેમાં 105 લક્ઝુરિયસ રૂમ છે. તેના નિર્માણમાં 55 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેના નિર્માણના 36 વર્ષ પછી પણ આજદિન સુધી તેમાં કોઈ રોકાયું નથી. આખરે એ હોટલમાં એવું તો શું છે કે આજ સુધી કોઈ એમાં રહેવા નથી આવ્યું. શા માટે તે હોટેલ નિર્જન અને ભૂતિયા રહી. 

Hotel of Doom: 55 અબજની કિંમતથી બની 105 રૂમની હોટલ, પણ આજ સુધી કોઈ આ હોટેલમાં રોકાયું નથી

Tallest Deserted Building in the World: વિશ્વની સૌથી ઊંચી હોટેલ છે. તેમાં 105 લક્ઝુરિયસ રૂમ છે. તેના નિર્માણમાં 55 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેના નિર્માણના 36 વર્ષ પછી પણ આજદિન સુધી તેમાં કોઈ રોકાયું નથી. આખરે એ હોટલમાં એવું તો શું છે કે આજ સુધી કોઈ એમાં રહેવા નથી આવ્યું. શા માટે તે હોટેલ નિર્જન અને ભૂતિયા રહી. આજે અમે આ અનોખા રહસ્ય પરથી પડદો હટાવવા જઈ રહ્યા છીએ.

fallbacks

ઉત્તર કોરિયામાં છે આ અજીબ હોટલ
પિરામિડ આકારની આ હોટેલ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં છે. બીબીસીના અહેવાલ મુજબ, આ હોટલ બનાવવાનું કામ વર્ષ 1987માં શરૂ થયું હતું.

સરકારી અધિકારીઓને આશા હતી કે તેનું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ થશે, પરંતુ તેમ થયું નહીં. પશ્ચિમી દેશોના પ્રતિબંધને કારણે દેશની આર્થિક સ્થિતિ ખરાબ હતી, જેના કારણે તેને ફંડ એકત્ર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે હોટલ બનાવવા માટે સમયસર સામગ્રી મળી શકી નહી.

આખરે, નારાજ થઈને, ઉત્તર કોરિયાની સરકારે વર્ષ 1992માં તેનું બાંધકામ બંધ કરી દીધું. 16 વર્ષ પછી એટલે કે વર્ષ 2008માં ફરી એકવાર તેનું નિર્માણ કાર્ય શરૂ થયું. વર્ષ 2012 સુધીમાં આ હોટેલ તૈયાર થઈ જશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયમર્યાદા ફરીથી અધૂરી રહી ગઈ હતી. હવે 36 વર્ષ પછી પણ 105 રૂમ ધરાવતી આ હોટેલ અડધી અધૂરી પડી છે. જ્યારે તેના નિર્માણ પાછળ 55 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉત્તર કોરિયાના કુલ જીડીપીના 2 ટકા છે.

અમેરિકામાં નોકરી કરતા ગુજરાતીઓ સાવધાન...તોળાઈ રહ્યું છે આ ગંભીર જોખમ

17 વર્ષ પછી પૃથ્વી વિરુદ્ધ દિશામાં ફરશે, પછી શું થશે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ગરીબી-ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને ખાસ મિત્રએ જ કર્યો દગો?

લોકો કહે છે શાપિત હોટલ
આ હોટેલનું ઓફિશિયલ નામ Ryugyong છે. જોકે ઉત્તર કોરિયામાં તે યુ-ક્યુંગ નામથી વધુ જાણીતી છે. આ હોટલની ઉંચાઈ 330 મીટર છે અને તેમાં 105 રૂમ બનાવવામાં આવ્યા છે. છેલ્લા 36 વર્ષથી બાંધકામ હોવા છતાં કામ પૂર્ણ ન થવાના કારણે આજદિન સુધી શરૂ થઈ શક્યું નથી. જેના કારણે લોકો હવે તેને હોન્ટેડ હોટેલ અથવા 'શાપિત હોટેલ' કહેવા લાગ્યા છે. ઘણા લોકો તેને '105 બિલ્ડિંગ' નામથી પણ ઓળખે છે. જો કે આજદિન સુધી કોઈ રહસ્યમય ઘટના સામે નથી આવી, પરંતુ હોટલમાં આજદિન સુધી કોઈએ ત્યાં રોકાવાની હિંમત કરી નથી.

મળી કઈક બીજી જ ઓળખ
ઉત્તર કોરિયાની સરકારનો ઈરાદો આ હોટલને વિશ્વની સૌથી ઉંચી હોટલ તરીકે માન્યતા આપવાનો હતો, જે તેમના દેશને પ્રવાસન કેન્દ્ર બનાવશે. જોકે, તેને આ નહીં પરંતુ બીજી ઓળખ મળી છે. આ હોટેલનું નામ વિશ્વની સૌથી ઉંચી નિર્જન ઈમારત તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. જેના પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે જો આ હોટલ સમયસર પૂર્ણ થઈ ગઈ હોત અને શરૂ થઈ હોત તો તે વિશ્વની સૌથી ઊંચી કહેવાઈ હોત. જો કે, આ બિરુદ ક્યારેય તેના નસીબમાં નહોતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More