EU Commission 25% counter-tariffs on US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ વોર શરૂ કરી છે ત્યારબાદ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જેમણે ટ્રમ્પને ટ્રમ્પની સ્ટાઈલમાં ટક્કર આપવાનો પ્લાન ઘડ્યો છે. ચીને અમેરિકાને આ મામલે અરીસો દેખાડ્યો અને હવે 27 દેશોના ગ્રુપ એટલે કે યુરોપીયન યુનિયને પણ ટ્રમ્પ સામે ટક્કર લેવા માટે કમર કસી છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ઈયુએ સોમવારે કેટલાક અમેરિકી સામાન પર 25 ટકા જવાબી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એજન્સીએ દસ્તાવેજોના હવાલે જણાવ્યું છે કે કેટલાક સામાન પર ટેરિફ 16મી મેથી પ્રભાવી થશે.
કઈ વસ્તુઓ પર લાગશે ટેરિફ
જ્યારે કેટલાક અન્ય પર પણ આ વર્ષથી લાગૂ થશે. જેમાં હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક ચીજો સામેલ છે. એવા અહેવાલ છે કે સભ્ય દેશો તરફથી આપત્તિ જતાવ્યા બાદ આ લિસ્ટમાંથી કેટલીક વસ્તુઓ હટાવવામાં આવી છે. બદામ અને સોયાબીન પર ટેરિફ ડિસેમ્બરથી શરૂ થશે. ઈયુના વેપાર પ્રમુખ મારોસ સેફકોવિકે સોમવારે કહ્યું કે આ જવાબી ટેરિફ પહેલા જાહેર 26 બિલિયન યુરો (28.45 બિલિયન ડોલર) ની સરખામણીમાં ઓછી અસર પાડશે. માર્ચમાં તૈયાર કરાયેલી શરૂઆતની લિસ્ટમાંથી બોરબન, વાઈન અને ડેરી ઉત્પાદનોને હટાવવામાં આવ્યા છે.
ટ્રમ્પની ધમકી
અગાઉ ઈયુએ બોરબન પર 50% ટેરિફનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે ઈયુના દારૂ પર 200% ટેરિફની ધમકી આપી હતી. આ ધમકીથી ફ્રાન્સ અને ઈટલી ખાસ ચિંતિત હતા. કારણ કે તેમની વાઈન ઈન્ડસ્ટ્રી ખુબ મોટી છે. આ ઉપરાંત ઈયુએ 1 એપ્રિલથી સ્ટીલ પર રહેલા સુરક્ષા નિયમોને કડકા કર્યા. જેનાથી આયાત 15% ઘટી ગઈ. ઈયુ હવે એલ્યુમિનિયમ માટે આયાત કોટા પર વિચાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ પર ઈયુના સભ્ય દેશો 9 એપ્રિલે મતદાન કરશે.
વેપાર જંગની શરૂઆત?
આ પગલું ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ વિરુદ્ધ ઈયુની રણનીતિનો ભાગ છે. લોકો તેને વેપાર યુદ્ધની નવી કડી ગણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક કહે છે કે 'અમેરિકાએ શરૂ કર્યું, હવે યુરોપ જવાબ આપી રહ્યું છે.' તો કેટલાક મજાકમાં કહે છે કે 'ડેન્ટલ ફ્લોસ સુદ્ધા ન છોડ્યા'. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે. પરંતુ હાલ બંન તરફથી ટેરિફની જંગ તેજ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે