Home> World
Advertisement
Prev
Next

Thief: માથા પર લખ્યું હતું 'હું ચોર છું', પછી ચોરી કરતા ઝડપાયો, સામે આવી આ ટેટૂની કહાની

I Am Thief: આ ચોરની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેના માથા પર ચોર લખાયેલું જોવા મળી રહ્યું છે. મજાની વાત છે કે જ્યારે તે પહેલીવાર ચોરી કરતા ઝડપાયો હોય ત્યારે તેના માથા પર આ લખી દેવામાં આવ્યું હતું. તે બીજીવાર ઝડપાયો છે. 

Thief: માથા પર લખ્યું હતું 'હું ચોર છું', પછી ચોરી કરતા ઝડપાયો, સામે આવી આ ટેટૂની કહાની

નવી દિલ્હીઃ Tattoo Written On Foreheads: જૂની ફિલ્મોના શોખીન લોકોને અમિતાભ બચ્ચનનો એક સીન યાદ હશે જેમાં તેમના હાથ પર લખ્યું છે કે મારા પિતા ચોર છે. આ પછી, તે તેના લખાણને ભૂંસી નાખવા માટે આખી ફિલ્મમાં સંઘર્ષ કરતો જોવા મળે છે. આવો સાચો ચોર સામે આવ્યો છે, જેના કપાળ પર લખ્યું હતું કે હું ચોર છું. અને કદાચ તેથી જ તે પકડાયો.

fallbacks

હું એક ચોર અને લૂઝર છું'
હકીકતમાં આ કહાની બ્રાઝિલના એક ચોર સંબંધિત છે. ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે આ યુવકને આશરે પાંચ વર્ષ પહેલા એક સાયકલ ચોરી કરતા ઝડપી લીધો હતો. તેને માર માર્યો અને પોલીસના હવાલે કરતા પહેલાં તેના માથા લખી દીધુ હતું કે હું એક ચોર અને લૂઝર છું. આ વાક્યને તે લોકોએ ટેટૂના રૂપમાં લખાવી દીધું હતું. 

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનના ઐબકમાં નમાજ બાદ મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ

ફરીથી એક ઘરમાંથી ઝડપાયો
રિપોર્ટ પ્રમાણે તે સમયે આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આ ચોરને છોડી દેવામાં આવ્યો હતો. હવે આ ચોરથી સંબંધિત વધુ એક કેસ સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે આ ચોર હાલમાં ફરી ઘરમાંથી ચોરી કરતા ઝડપાયો છે. ચોરી કરવા માટે તેણે ઘરના બાથરૂમની બારીમાંથી પ્રવેશ કર્યો પરંતુ તે ઝડપાઈ ગયો હતો. 

પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો
પકડી લીધા બાદ તે ઘરના લોકો તેને જોઈને ચોંકી ગયા હતા કારણ કે તેના માથા પર આ લખેલું જોઈ લીધું. ત્યારબાદ ચોરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ટેટૂવાળા આ ચોરનું નામ રૂઆન રોચા ડા સિલ્વા છે. ચોરના માથા પર બ્રાઝિલની સ્થાનીક ભાષામાં આ ટેટૂ બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ ચોર પોલીસના કબજામાં છે. તે પણ જાણવા મળ્યું છે કે હવે તેનું ટેટૂ હટાવી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More