Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં ફરી મંદી આવી! એક-બે નહિ, 452 કંપનીઓએ શટર પાડી દીધા

Recession In USA : જ્યારે દુનિયાની સૌથી મોટી ઈકોનોમીના વાત થઈ રહી છે, તો આજે પણ અમેરિકાનું નામ લેવાય છે, કારણ કે અહીં વિશ્વની ટોચની કંપનીઓ આવેલી છે. અમેરિકા વિકસિત રાષ્ટ્ર પણ છે, પરંતું હાલ આ રાષ્ટ્રમાં બધુ સારું નથી ચાલી રહ્યું, ગત 8 મહિનામાં એક બાદ એક કુલ 452 કંપનીઓએ દેવાળિયું ફૂંક્યું છે
 

અમેરિકામાં ફરી મંદી આવી! એક-બે નહિ, 452 કંપનીઓએ શટર પાડી દીધા

US recession Update : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. કોણ જીતશે? આ પરિણામના આધારે નક્કી થશે, પરંતુ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિનો કાર્યકાળ સરળ નહિ હોય, બહુ જ કપરા સમયમાંથી પસાર થવુ પડશે. એક તરફ દેશ મંદીના દાવાનળની સાવ નજીક ઉભો છે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે અમેરિકામાં મંદી આવી ચૂકી છે, જ્યારે અન્ય માને છે કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ટૂંક સમયમાં મંદીમાં સપડાઈ જશે.

fallbacks

452 મોટી કંપનીઓ નાદાર જાહેર
આ દાવાઓમાં સત્ય હોવાનું જણાય છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો અમેરિકન કંપનીઓએ પોતાને નાદાર જાહેર કરી છે. અમેરિકાની અર્થવ્યવસ્થા 2024માં ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. વર્ષના પ્રથમ આઠ મહિનામાં 452 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે, જે 14 વર્ષમાં બીજા નંબરનો સૌથી વધુ આંકડો છે. વર્ષ 2020 માં, કોરોના મહામારી દરમિયાન 466 કંપનીઓ નાદાર થઈ ગઈ. આ વર્ષે ઓગસ્ટમાં 63 કંપનીઓએ નાદારી જાહેર કરી હતી, જ્યારે જુલાઈમાં આ સંખ્યા 49 હતી.

આગામી ત્રણ મહિનામાં દુનિયાના વિનાશની શરૂઆત થશે, બાબા વેંગાની ભવિષ્યવાણીથી ટેન્શન

આ ક્ષેત્રને ભારે ફટકો પડ્યો છે
કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં 69 મોટી કંપનીઓ બંધ થઈ છે. આ પછી ઔદ્યોગિક ક્ષેત્રની 53 અને હેલ્થકેર ક્ષેત્રની 45 કંપનીઓ નાદાર થઈ ગઈ છે. આર્થિક ગતિવિધિઓમાં મંદી, વધતી બેરોજગારી અને ઘટતા ઉપભોક્તા ખર્ચને કારણે અમેરિકન અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિને કારણે આવનારા સમયમાં વધુ કંપનીઓ નાદાર થવાની શક્યતા છે.

2010માં 827 કંપનીઓ નાદાર થઈ
પાછલા વર્ષોમાં અમેરિકાએ નાણાકીય કટોકટીનો સામનો કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. 2010 માં, 827 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ, જે 2008ની નાણાકીય કટોકટીનું પરિણામ છે. ત્યારપછીના વર્ષોમાં કંપનીઓની નાદારીની સંખ્યામાં પણ વધઘટ જોવા મળી, જેમ કે 2020 માં રોગચાળા દરમિયાન, 638 કંપનીઓ નાદાર થઈ ગઈ, જ્યારે 2023 માં આ સંખ્યા 634 હતી. આ સ્થિતિ અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે કંપનીઓની નાદારી રોજગારમાં ઘટાડો અને આર્થિક સ્થિરતા પર નકારાત્મક અસર તરફ દોરી જાય છે. જે આડકતરી રીતે અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે.

એક જ પરિવારના 4 ના ડૂબવાનો હચમચાવી દેતો વીડિયો, તરફડિયા મારતા લોકો પાણીમાં સમાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More