Home> World
Advertisement
Prev
Next

Russia Earthquake: રશિયાના કામચાત્કામાં 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, જાપાનનો ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવ્યો

Earthquake in Russia: રશિયાના પૂર્વ વિસ્તાર કામચાત્કામાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.7 રહી. આ કુદરતી આફતની અસર અમેરિકી અને જાપાન સહિત કેટલાક દેશો પર જોવા મળી રહી છે. 

Russia Earthquake: રશિયાના કામચાત્કામાં 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, જાપાનનો ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવ્યો

રશિયાના આંતરિયાળ વિસ્તાર કામચાત્કામાં સવાર સવારમાં ભૂકંપના જબરદસ્ત ઝટકા મહેસૂસ કરાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.7 માપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો ત્યારબાદ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. 

fallbacks

રશિયાની સાથે સાથે જાપાન અને અમેરિકાના કાંઠે પણ સુનામી એલર્ટ જાહેર કરાયું છે. એવું કહેવાય છે કે સમુદ્રમાં ત્રણ ફૂટ ઊંચી લહેરો ઉઠી શકે છે. તેનાથી અનેક વિસ્તારોમાં તબાહી મચી શકે છે. 

કામચાત્કામાં ભૂકંપ બાદ રશિયા સરકારમાં મંત્રી લેબેદેવ લોકોને જળ વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. જ્યારે અમેરિકાએ સુનામી વોર્નિંગ સિસ્ટમે આગામી 3 કલાકમાં સુનામીની લહેરોનું એલર્ટ બહાર પાડ્યું છે. એવું કહેવાય છે કે આ દરમિયાન ઉત્તર પશ્ચિમી હવાઈ દ્વિપો અને રશિયાના તટો પાસે લહેરોની ઉંચાઈ 10 ફૂટ સુધી જઈ શકે છે. 

આ સાથે જ ફિલિપાઈન્સ, ચુક, કોસરે, માર્શલ દ્વિપ, પલાઉ સુધી સુનામીની 3 ફૂટ સુધી ઊંચી લહેરો પહોંચી શકે છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને તાઈવાનના તટો સુધી પણ એક ફૂટથી ઊંચી લહેરો ઉઠે  તેવી આશંકા છે. જાપાનના હવામાન વિભાગે ચેતવણી ઈશ્યુ કરી છે કે સ્થાનિક સમય મુજબ 1 વાગે સુનામીની 3.28 ફૂટ ઊંચી લહેરો કાંઠા વિસ્તારો સુધી પહોંચી શકે છે. 

કામચાત્કાના ગવર્નર વ્લાદિમિર સોલોદોવે એક વીડિયો સંદેશમાં કહ્યું કે આજનો ભૂકંપ ખુબ જ શક્તિશાળી અને ગંભીર હતો. તેમણે કહ્યું કે હાલ ભૂકંપના કારણે જાનહાનિના સમાચાર નથી. સુનામીની ચેતવણી બાદ સાખાલિન વિસ્તારના નાના શહેર સેવેરો કુરિલ્સ્કથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ શરૂ કરાયું છે. 

અમેરિકાના જિયોલોજિકલ સર્વે મુજબ બૂકંપ 19.3 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો. જેનું કેન્દ્ર આવાચા ખાડી પર વસેલું કાંઠા વિસ્તારનું શહેર  પેટ્રોપાવલોસ્ક-કામચાત્સકીથી 125 કિમી દૂર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું. અમેરિકી એજન્સી તરફથી શરૂઆતમાં આ ભૂકંપની તીવ્રતા 8 જણાવવામાં આવી હતી પરંતુ પછી તેને 8.7ની તીવ્રતાનો ભૂકંપ ગણાવવામાં આવ્યો. 

જાપાનમાં સુનામી એલર્ટ, ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો
જાપાનમાં સુનામીની એલર્ટને જોતા ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને ખાલી કરાવવામાં આવ્યો છે. 2011માં આવેલા 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સુનામીએ ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં સુનામીની લહેરોએ પ્લાન્ટના વીજળી અને કૂલિંગ સિસ્ટમને ઠપ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે રિએક્ટરોમાં મેલ્ટડાઉન થયું અને રેડિયોધર્મી લીકેજની સ્થિતિ પેદા થઈ હતી. 

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં હાલ હાલ સુનામીનું જોખમ નથી. પરંતુ લોકોને સાવધાન રહેવાનું કહેવાયું છે. રશિયાના કામચાત્કામાં આ મહિને પાંચ વખત ભૂકંપ આવી ચૂક્યો છે. ચાર નવેમ્બર 1952ના રોજ કામચાત્કામાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કામચાત્કામાં આવેલા ભૂકંપને 1952 બાદથી અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવાઈ રહ્યો છે. 

રશિયાનો કામચાત્કા વિસ્તાર વિશે..
કામચાત્કા રશિયાનો એક પ્રાયદ્વિપ છે જે રશિયાના આંતરિયાળ પૂર્વ ભાગમાં આવેલો છે. તે પ્રશાંત મહાસાગરના કિનારે સાઈબેરિયાના પૂર્વ ભાગે આવેલો છે. ભૌગોલિક રીતે તે રશિયાના મુખ્ય ભૂભાગ સાથે જોડાયેલો છે અને ઉત્તરમાં બેરિંગ સાગર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલો છે. 

આ વિસ્તારો ત્સુનામીની ચપેટમાં આવી શકે
અમેરિકી સમોઆ, એન્ટાર્ટિકા, કોલંબિયા, કુક આઈલેન્ડ્સ, કોસ્ટારિકા, અલ સાલ્વાડોર, ફિજી, ગુઆમ, ગુઆટેમાલા, હોલેન્ડ એન્ડ બેકર, ઈન્ડોનેશિયા, જાર્વિસ, આઈલેન્ડ, કેર્મેન્ડિસ આઈલેન્ડ, કિરીબાટી, માર્શલ આઈલેન્ડ, મેક્સિકો, મિડવે આઈલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નિકારાગુઆ, પલાઉ, પલ્મિરા આઈલેન્ડ, પનામા, પાપુઆ ન્યૂ ગિની, પેરુ, ફિલિપાઈન્સ, સમોઆ, તાઈવાન, ટોન્ગા, અને વાનુઅતુ સુનામીની ઝપેટમાં આવી શકે છે. 

નોંધવા જેવી વાત છે કે રશિયામાં આ ઉપરાંત પણ વિલ્યુચિક્સના 131 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં 6.3ની તીવ્રતા, પેટ્રોપાવલોસ્ક-કામચાત્સ્કીથી 147 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More