દુનિયાના સૌથી મોટા શક્તિશાળી સામ્રાજ્ય
માયા સભ્યતાના સામ્રાજ્ય છે સૌથી જૂના
ફ્રેચ સામ્રાજ્ય છે સૌથી અલગ
આ સામ્રાજ્યથી કેમ ડરતી હતી દુનિયા
દુનિયાના સૌથી મોટા શક્તિશાળી સામ્રાજ્ય
માયા સભ્યતાના સામ્રાજ્ય છે સૌથી જૂના
ફ્રેચ સામ્રાજ્ય છે સૌથી અલગ
આ સામ્રાજ્યથી કેમ ડરતી હતી દુનિયા
નવી દિલ્હીઃ ભારતમાં રાજાઓ અને તેમના સામ્રાજ્યનું ખુબ જ મહત્વ રહેલું છે. ભારતના રજવાડાઓની શાન વિશે તો તમે જાણતા જ હશો. રજવાડું જેટલું મોટું તેટલી રાજાની તાકાત પણ વધુ. પરંતુ કેટલાક એવા સામ્રાજ્ય પણ હતા જેની સામે દુનિયા ઘૂંટણીએ પડતી હતી. જેણે આ પૃથ્વી અને તેના સંસાધનો પર શાસન કર્યું, તેણે તેના પરાક્રમ અને શક્તિના બળ પર જીત મેળવી. એલેક્ઝાન્ડર હોય કે ચંગીઝ ખાન બધાએ પોતાના પરાક્રમથી એવું સામ્રાજ્ય સ્થાપ્યું જે ઇતિહાસના પાનાઓમાં અમર થઈ ગયું. આજે અમે તમને દુનિયાના એવા 10 વિશાળ સામ્રાજ્યો વિશે જણાવીશું. જેણે પૃથ્વીના મોટા ભાગમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું.
માયા સંસ્કૃતિ અને સામ્રાજ્ય (Maya civilization and empire):
અમેરિકાની માયા સભ્યતાની ગણતરી વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાં થાય છે. આ સંસ્કૃતિનું સામ્રાજ્ય 3 હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સામ્રાજ્યનો ઉદય ખ્રિસ્તના 1500 વર્ષ પહેલા થયો હતો. આ પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર સુધી વિસ્તરેલું છે. આ સંસ્કૃતિના અવશેષો આજે પણ પિરામિડના રૂપમાં જોવા મળે છે.
ફ્રેન્ચ સામ્રાજ્ય:
વિશ્વના મોટા સામ્રાજ્યોમાં ફ્રેન્ચ સામ્રાજ્યનું નામ જરૂર લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એક સમયે સમગ્ર પૃથ્વીની વસ્તીના 10 ટકા પર પર ફ્રેન્ચ સામ્રાજ્યનો કબજો હતો. જેથી એક સમયે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંનીએક ફ્રેન્ચ હતી. ફ્રાન્સના આ સામ્રાજ્યએ આફ્રિકા, અમેરિકા અને એશિયાના ઘણા દેશો જીતી લીધા હતા. 17મી સદીમાં ફ્રેન્ચ ક્રાંતિ પછી નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સના રાજા બન્યા અને તેમના શાસનકાળ દરમિયાન ફ્રેન્ચ સામ્રાજ્યનો ઘણો વિકાસ અને વિસ્તરણ થયું.
અજમીધ સામ્રાજ્ય(Ajmeedh Empire):
આ સામ્રાજ્ય વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યોમાંનું એક હતું. અંગ્રેજી અને ગ્રીકમાં તેને અઝમીઢ સમ્રાજ્ય કહેવાય છે. આ સામ્રાજ્ય 550થી લઈને ઈ.સ પૂર્વે 330 સુધી ફેલાયેલું હતું. પ્રાચીન ફારસ તરીકે ઓળખાતું આ સામ્રાજ્ય હવે ઈરાન તરીકે ઓળખાય છે.. આ સામ્રાજ્ય પશ્ચિમમાં ગ્રીસથી પૂર્વમાં સિંધુ નદી સુધી અને ઉત્તરમાં કેસ્પિયન સમુદ્રથી દક્ષિણમાં અરબી સમુદ્ર સુધી વિસ્તરેલું હતું. સિકંદરના આક્રમણને કારણે આ વંશનું 330 ઈ.સ. પૂર્વે થયું હતું.
રોમન સામ્રાજ્ય (Roman Empire):
રોમન સામ્રાજ્યને વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય માનવામાં આવે છે. રોમન સામ્રાજ્ય (27 ઈ.સ.થી 476 પશ્ચિચમ 1453બીસીથી 476 (પશ્ચિમ) 1453 (પૂર્વ) યુરોપમાં રોમ શહેરમાં કેન્દ્રિત હતું. આ સામ્રાજ્ય એટલું વિશાળ હતું કે તેમાં સમગ્ર દક્ષિણ યુરોપ તેમજ ઉત્તર આફ્રિકા અને એનાટોલિયાના પ્રદેશોનો સમાવેશ થતો હતો. પાંચમી સદીના અંત સુધીમાં આ સામ્રાજ્યનું પતન થયું. આ સામ્રાજ્ય યુરોપના ઈતિહાસ અને સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો રહ્યો.
મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire):
13થી 14મી સદી સુધી મોંગોલ વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તે મધ્ય એશિયાથી શરૂ થઈ યુરોપ અને જાપાનના સમુદ્રથી રશિયાના સાઇબિરીયાથી ઉત્તરમાં ભારતમાં દક્ષિણમાં વિસ્તર્યું હતું. જેનો ઈતિહાસનો સૌથી ક્રૂર ચંગેઝ ખાન શાસક હતો. ઇતિહાસકારોના મતે જ્યારે તે તેની ટોચ પર હતું ત્યારે 3,30,00,000 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું હતું. પૃથ્વીના કુલ જમીની વિસ્તારના 22 ટકા પર કબજો હતો. અને તેની વસ્તી 100 કરોડ હતી.
બ્રિટિશ સામ્રાજ્ય (British Empire):
બ્રિટિશ સામ્રાજ્યને વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય માનવામાં આવે છે. તે યુરોપથી અમેરિકા અને એશિયા સુધી વિસ્તરેલું છે. કહેવાય છે કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નહોતો. એક સમયે સમગ્ર વિશ્વની કુલ વસ્તીનો લગભગ એક ક્વાર્ટર તેના હેઠળ હતો. એટલે કે કુલ મળીને 50 કરોડ લોકો આ સામ્રાજ્યમાં હતા. આ જ બ્રિટિશ સામ્રાજ્યએ ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવી રાખ્યું.
સ્પેનિશ સામ્રાજ્ય (Spanish Empire):
સ્પેનિશ સામ્રાજ્યની ગણતરી વિશ્વના શરૂઆતી સામ્રાજ્યોમાં થાય છે. તે યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા અને ઓશનિયામાં ફેલાયેલું હતું. આ સામ્રાજ્યના વિસ્તરણની અસર વિશ્વના ઘણા દેશોની સંસ્કૃતિ પર જોવા મળી હતી. 600 વર્ષ જૂના આ સામ્રાજ્યએ પોતાની આર્થિક શક્તિના આધારે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવ્યું હતું.
મુઘલ સામ્રાજ્ય (Mughal Empire):
ભારતનું દરેક બાળક આ રાજ્ય વિશે જાણે છે. આ તુર્કિક-મોંગોલના શાસન મુખ્ય કેન્દ્ર ભારતીય ઉપમહાદ્રીપ રહ્યા હતા. વર્ષ 1526માં શરૂ થેયલા આ સામ્રાજ્ય બાંગ્લાદેશથી પશ્ચિમમાં બલૂચિસ્તાન સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કાવેરી ખીણ સુધી ફેલાયેલું હતું. ઈતિહાસકારોના મતે એક સમયે આ સામ્રાજ્ય 40 લાખ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હતું. તે સમયે તેની વસ્તી 11થી 13 કરોડની વચ્ચે હતી. આ સામ્રાજ્યનું શાસન 18મી સદીની શરૂઆત સુધી ભારતીય ઉપમહાદ્રીપમાં રહ્યું હતું.
ધ કિંગ ડાયનેસ્ટી (The King Dynasty):
ચીનનું છેલ્લું સામ્રાજ્ય ધ કિંગ હતું. આ સામ્રાજ્ય પછી ચીન પ્રજાસત્તાક બન્યું. કિંગ ડાયનેસ્ટીની સ્થાપના માન્ચુ કુળ એસિન જિયોરો દ્વારા કરવામાં આવી હતી. જે હવે મંચુરિયા તરીકે ઓળખાય છે. વિસ્તારની દ્રષ્ટિએ તે વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યોમાંનું એક હતું.
ઓટ્ટોમેન સામ્રાજ્ય (Ottoman Empire):
ઓટ્ટોમન સામ્રાજ્યને ઉસ્માની સામ્રાજ્ય પણ કહેવામાં આવે છે. આ એક તુર્કી સામ્રાજ્ય હતું. તે ઇતિહાસના સૌથી લાંબા અને જૂના સામ્રાજ્યોમાંનું એક હતું. તે દક્ષિણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા સુધી ફેલાયેલું હોવાનું માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે