Home> World
Advertisement
Prev
Next

અહીંની સરકાર 9 કરોડ કોન્ડોમ મફતમાં આપશે, વેલેન્ટાઇન દિવસને લઇ મહત્વનો નિર્ણય...

કોન્ડોમ વહેંચવાનું અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ થયું છે. થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકશે.
 

 અહીંની સરકાર 9 કરોડ કોન્ડોમ મફતમાં આપશે, વેલેન્ટાઇન દિવસને લઇ મહત્વનો નિર્ણય...

નવી દિલ્હીઃ વેલેન્ટાઈનના દિવસે મોટાભાગના પ્રેમી જોડાઓ ઉત્સાહિત થઇ જતા હોય છે. પરંતુ એક સરકારે વેલેન્ટાઇન ડેને લઇ મહત્વનો નિર્ણય લીધો છે... વેલેન્ટાઇન ડે પહેલા એટલે કે 1 ફેબ્રુઆરી પહેલા આ સરકાર 9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં વેચવા જઇ રહી છે. જીં હા. અમે વાત કરી રહ્યા છીએ થાઇલેન્ડ સરકારની  વેલેન્ટાઇન વિકને લઇ મોટાભાગના પ્રવાસીઓ થાઈલેન્ડમાં ઉતરી પડે છે.  બેંગકોંગ સહિતના શહેરોની મસાજ દુનિયામાં પ્રખ્યાત છે. પ્રોસ્ટીટ્યુટ અહીં કાયદેસર મનાય છે અને આગામી થોડા દિવસમાં પ્રેમનો દિવસ આવી રહ્યો હોવાથી સરકાર ચિંતિત થઈ છે.

fallbacks

વેલેન્ટાઇન દિવસને લઇ મહત્વનો નિર્ણય
થાઇલેન્ડ સરકાર મફતમાં કોન્ડોમનું વેચાણ કરશે
9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં વેચવાનો ટારગેટ
જાતીય રોગોનો ફેલાવો અટકાવવા સરકારનો નિર્ણય

ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ વેલેન્ટાઈન ડે અને વેલેન્ટાઇન વીકની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેને લઇ થાઇલેન્ડ સરકારે પણ ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે વેલેન્ટાઈન ડે પહેલા થાઇલેન્ડ સરકાર 9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં વહેંચવા જઈ રહી છે. જાતીય રોગોને ફેલાતા અટકાવવા માટે સરકારનો આ પ્રયાસ કામ લાગશે અને યુવાન છોકરીઓ ગર્ભવતી નહીં થાય.

આ પણ વાંચોઃ ક્યાં આવેલી છે 5 રંગના પાણીથી વહેતી નદી, કેમ દૂર દૂરથી જોવા માટે ઉમટે છે લોકો?

કોન્ડોમ વહેંચવાનું અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ થયું છે. થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકશે.  ત્યાંના યુનિવર્સલ હેલ્થકેર કાર્ડ ધરાવતા સ્થાનિક લોકો લોકો એક વર્ષ સુધી દર અઠવાડિયે 10 કોન્ડોમ લઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More