ઝી બ્યુરો/અમદાવાદ: અમેરિકાના ન્યૂ જર્સીમાં હિંદુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. રોબિન્સ વિલેમાં તૈયાર થયેલા અક્ષરધામ મંદિરનું 8 ઓક્ટોબરે ઉદ્ધાટન કરવામાં આવશે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી 90 કિમી દક્ષિણમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે.
600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત
આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિર કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે.
ITBP માં નીકળી બંપર ભરતી, 10 પાસને મળશે 69,100 રૂપિયા માસિક પગાર
અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે. અમેરિકામાં હિંદુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર છે અને હવે તેના ઉદ્ધાટનની ઘડીઓ ગણાઈ રહી છે. હાલમાં મંદિર પ્રશાસન તરફથી તૈયાર થયેલા મંદિરનો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.
World Cup: AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ
અમેરિકાના ન્યૂ જર્સીમાં હિંદુઓનું સૌથી મોટું અક્ષરધામ મંદિર તૈયાર થઈ ગયું છે અને તેમાં હવે ધીમે-ધીમે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો બીજો તબક્કો પૂરો થઈ ગયો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો. જેમાં ભગવાન શ્રીરામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણજી, ભગવાન શિવ, પાર્વતી, ગણેશજી, કાર્તિકેયજી, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી, ભગવાન તિરુપતિ બાલાજી અને બાપ્સના આધ્યાત્મિક ગુરુવર્યોની મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું.
દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત
વિવિધ ધર્મના 20 જેટલાં ધર્મગુરુઓ અને પ્રતિનિધિઓની હાજરીમાં આંતરધર્મીય સંવાદિતા દિવસની ઉજવણી કરવામાં આવી. 183 એકરમાં તૈયાર થયેલ ભવ્ય મંદિરની ભવ્યતા, દિવ્યતા એવી છે કે તેને જોઈને તમે રોમાંચિત થઈ ઉઠશો. 8 ઓક્ટોબરે મંદિરનું ઉદ્ધાટન થવાનું છે અને 18 ઓક્ટોબરથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
UPI થી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા પૈસા? પાછા મેળવવા માટે ફટાફટ કરો આ કામ
આ મંદિરની વિશેષતાઓ પર નજર કરીએ તો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે