Home> World
Advertisement
Prev
Next

ફ્લાઈટમાં ગર્લફ્રેન્ડની અન્ડરવેર કાઢી શખ્સે કર્યું આ કામ, ક્રૂ મેમ્બર્સ આવ્યા અને...

ફ્લાઇટ મુસાફરી દરમિયાન વ્યક્તિ માસ્ક વગર હતો. ત્યારબાદ તેણે તેની ગર્લફ્રેન્ડની અન્ડરવેરનું માસ્ક બનાવી પહેરી લીધું. જો કે, તેની આ હરકત બાદ ટેક ઓફ પહેલા જ તેને પ્લેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.

ફ્લાઈટમાં ગર્લફ્રેન્ડની અન્ડરવેર કાઢી શખ્સે કર્યું આ કામ, ક્રૂ મેમ્બર્સ આવ્યા અને...

ફ્લોરિડા: કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન સામાન્ય માણસ માટે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. ઘણી જગ્યાએ માસ્ક વગર નીકળવા પર દંડ પણ વસૂલવામાં આવે છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો માસ્ક વિના જાહેર સ્થળોએ ફરે છે અને સંક્રમણને પોતે આમંત્રણ આપી રહ્યા છે. ફ્લોરિડામાં પણ એક વ્યક્તિની પ્લેનમાં મુસાફરી ચર્ચાનો વિષય બની છે.

fallbacks

ટેક ઓફ કરતા પહેલા ઉતાર્યો
વાસ્તવમાં તે વ્યક્તિ માસ્ક વગર હતો. ત્યારબાદ તેણે તેની ગર્લફ્રેન્ડની અન્ડરવેરનું માસ્ક (Underwear Mask) બનાવી પહેરી લીધું. જો કે, તેની આ હરકત બાદ ટેક ઓફ પહેલા જ તેને પ્લેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. 38 વર્ષીય એડમ જેનને ફોર્ટ લોડરડેલથી વોશિંગ્ટન (Washington) જવાનું હતું.

Diesel Vehicle: જો તમારી પાસે છે 10 વર્ષ જૂની ડીઝલ કાર તો ફટાફટ કરો આ કામ, નહીં તો...

અન્ડરવેરને માસ્ક તરીકે પહેરી
ધ મિરરના અહેવાલ મુજબ, વ્યક્તિએ માસ્કની જેમ મોં પર લાલ રંગની અન્ડરવેર બાંધી હતી. ત્યારબાદ તે આવીને આરામથી પોતાની સીટ પર બેસી ગયો. જોકે, એરહોસ્ટેસ અને કેબિન ક્રૂને આ વાત પચતી ન હતી. થોડી વાર પછી ક્રૂ મેમ્બર્સ આવ્યા અને તેમને માસ્ક બદલવા માટે કહ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે માસ્ક તરીકે અન્ડરવેર પહેરવું એ નિયમોનું ઉલ્લંઘન છે. પણ પેલો માણસ દલીલ કરવા લાગ્યો. આ દરમિયાન કોઈએ આ બાબતનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો હતો.

લગ્ન બાદ સલમાન ખાન જોડે 15 દિવસ રહેવું પડશે કેટરીના કેફને, જાણો આ પાછળ શું છે કારણ

ફ્લાઈટથી કરવામાં આવ્યો પ્રતિબંધિત
લાંબી ચર્ચા પછી પણ જેનેને તેના મોં પરથી અન્ડરવેર ઉતારવાની ના પાડી દીધી. બાદમાં પોલીસે પણ આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન તે વ્યક્તિ ચુપચાપ બેસીને બધાને સાંભળતો રહ્યો. અંતે, જેને પોતાની સીટ પરથી ઉભો થઈ અને કોઈને કંઈ પણ કહ્યા વગર પ્લેનમાંથી નીચે ઉતરી ગયો. તેણે કહ્યું કે તેનો ચહેરો પણ અન્ડરવેરથી ઢંકાયેલો છે. જેમ કે, તેણે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાંથી ઉતર્યા બાદ જેને એરલાઈન્સ તરફથી એક મેઈલ મળ્યો જેમાં લખ્યું હતું કે આ કેસની તપાસ સુધી તેને ફ્લાઈટથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

fallbacks

સસ્તુ વેચાઈ રહ્યું છે સોનું, જાણો શું છે તમારા શહેરમાં 10 ગ્રામ 22ct-24ct ગોલ્ડનો ભાવ

એરલાઈન્સે રાખ્યો પક્ષ
યુનાઈટેડ એરલાઈન્સનું કહેવું છે કે જેને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે, પેસેન્જર માસ્કના નિયમોનું પાલન કરી રહ્યો ન હતો. અમે અમારી ટીમને બિરદાવીએ છીએ જેણે હવામાં જતા પહેલા ટેકઓફ દરમિયાન મામલો થાળે પાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More