Home> World
Advertisement
Prev
Next

લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષો

Brazil News: દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સુંદર મહિલાઓ પોતાનો વર (Groom) મેળવવા તડપતી હોય છે. તેની પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે કે તેમના લગ્ન કેમ થઇ રહ્યા નથી. 
 

લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષો

Brazil Village Story: દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે. અહીં ઘણી બધી સુંદર સ્ત્રીઓ છે અને તેઓ અવિવાહિત પુરુષોની શોધમાં છે. આ ગામમાં લગભગ 600 મહિલાઓ રહે છે. તે લગ્ન માટે પુરુષોને પૈસા આપવા પણ તૈયાર છે. આમ છતાં તેઓ લગ્ન નથી કરી રહ્યા. ચાલો જાણીએ આનું કારણ શું છે?

fallbacks

જીવનસાથી માટે તરસી રહી છે હસીનાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલાઓ જ્યાં રહે છે ત્યાંનો સેક્સ રેશિયો સારો નથી. અહીં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે છોકરીઓને તેમના સપનાનો રાજકુમાર મળી શકતો નથી. આ ગામમાં કોઈ પુરૂષ હોય તો પણ તેને ગામમાં રહેવું ગમતું નથી. તે શહેર જતો રહે છે. જેના કારણે મહિલાઓ ગામમાં એકલી પડી જાય છે. આ જ કારણ છે કે બ્રાઝિલના આ ગામની મહિલાઓ તેમના જીવનસાથી માટે તરસે છે.

લગ્ન માટે છોકરો કેમ નથી મળતો?
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝિલના આ ગામમાં છોકરીઓની સંખ્યા વધુ હોવાને કારણે છોકરીઓનું ચાલે છે. આ એક બીજું કારણ છે જેના કારણે પુરુષોને અહીં મહિલાઓ સાથે રહેવું પસંદ નથી. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે. અને આ તમામ કામો માત્ર મહિલાઓ જ કરે છે. તેથી જ આ ગામના પુરુષો કામની શોધમાં શહેરમાં જાય છે.

રિપોર્ટમાં સામે આવી છે આ વાત 
રિપોર્ટ અનુસાર, ગામના નિયમો-કાયદાના લીધે છોકરાઓ અહીં રહેતા નથી. સ્ત્રીઓ ઈચ્છે છે કે પુરુષો લગ્ન કરે અને તેમની સાથે ગામમાં રહે અને પ્રાચીન કાળથી ચાલતા આવતા નિયમો અને કાયદાનું પાલન કરે. પરંતુ પુરૂષોને આ વાત પસંદ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More