Home> World
Advertisement
Prev
Next

The Tallest Man in History: આ છે ઈતિહાસનો સૌથી લાંબો માણસ, દૂર દૂરથી એને જોવા આવતા હતા લોકો!

વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. દરેક વ્યક્તિની પોતાની વિશેષતા હોય છે. દરેક મનુષ્યની ઊંચાઈ, રંગ, રૂપ, ગુણવત્તા એકબીજાથી અલગ હોય છે. કેટલાક લોકો પોતાના કાર્યક્ષેત્રમાં એવા કામ કરે છે જેના કારણે વિશ્વ ઈતિહાસમાં તેમનું નામ લખવામાં આવે છે. બીજીબાજુ, કેટલાક લોકો તેમની શારીરિક લાક્ષણિકતાઓને કારણે વિશ્વમાં પ્રખ્યાત બને છે.

The Tallest Man in History: આ છે ઈતિહાસનો સૌથી લાંબો માણસ, દૂર દૂરથી એને જોવા આવતા હતા લોકો!

નવી દિલ્લીઃ વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. દરેક વ્યક્તિની પોતાની વિશેષતા હોય છે. દરેક મનુષ્યની ઊંચાઈ, રંગ, રૂપ, ગુણવત્તા એકબીજાથી અલગ હોય છે. કેટલાક લોકો પોતાના કાર્યક્ષેત્રમાં એવા કામ કરે છે જેના કારણે વિશ્વ ઈતિહાસમાં તેમનું નામ લખવામાં આવે છે. બીજીબાજુ, કેટલાક લોકો તેમની શારીરિક લાક્ષણિકતાઓને કારણે વિશ્વમાં પ્રખ્યાત બને છે.

fallbacks

fallbacks

આ આર્ટીકલમાં આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના કદના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈ વ્યક્તિ તેની ઊંચાઈનો રેકોર્ડ તોડી શક્યો નથી. વિશ્વના સૌથી ઉંચા વ્યક્તિનું નામ રોબર્ટ વેડલો છે. છેલ્લા 81 વર્ષથી તેમની ઊંચાઈનો આ વર્લ્ડ રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. રોબર્ટનો જન્મ 1918માં થયો હતો અને 1940માં અવસાન થયું હતું.

fallbacks
રોબર્ટની ઊંચાઈ આઠ ફૂટ 11.1 ઈંચ હતી. તેના શરીરની લંબાઈને કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રોબર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં રહેતા હતા. તે અમેરિકાના એલ્ટન શહેરનો રહેવાસી હતો. એટલા માટે લોકો તેને 'એલ્ટન જાયન્ટ' અને "જાયન્ટ ઑફ ઈલિનોઈસ" તરીકે પણ ઓળખતા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ રોબર્ટ જ્યારે 6 મહિનાનો હતો ત્યારે તેના શરીરની લંબાઈ સામાન્ય બાળકો કરતા ઘણી વધારે હતી. તે એક વર્ષનો હતો ત્યાં સુધીમાં તેની ઊંચાઈ 3 ફૂટ 6 ઈંચ હતી. જ્યારે રોબર્ટ બે વર્ષનો હતો ત્યારે તેના શરીરની લંબાઈ 4 ફૂટ 6 ઈંચથી વધુ હતી.

fallbacks
જ્યારે રોબર્ટ 18 વર્ષનો થયો ત્યારે તેણે વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ હોવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે તેની ઊંચાઈ 8 ફૂટ 4 ઈંચ હતી. રોબર્ટની ઊંચાઈ તેની જીવનશૈલી માટે મુશ્કેલ બની ગઈ હતી. તેને પહેરવા માટે અલગ કપડા બનાવવા પડતા હતા. તેના પગ સામાન્ય માણસના પગ કરતા લાંબા હતા, તેથી જૂતા ઓર્ડર મુજબ બનાવવા પડતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે રોબર્ટ 37 નંબરના શૂઝ પહેરતા હતા. અંતે, રોબર્ટની ઊંચાઈ તેના મૃત્યુનું કારણ બની. જ્યારે રોબર્ટ 22 વર્ષનો થયો ત્યારે તેણે દુનિયાને અલવિદા કહ્યું. તેને ઓલ્ટનમાં ઓકવુડ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, તેને જે શબપેટીમાં દફનાવવામાં આવ્યો હતો તેની લંબાઈ 10 ફૂટ 9 ઈંચ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More