Home> World
Advertisement
Prev
Next

UAEનું પ્રથમ મંગળ મિશન HOPE જાપાનથી થયું લોન્ચ, ફેબ્રુઆરીમાં મંગળની કક્ષામાં પ્રવેશે તેવી આશા

સાઉદી અરબ અમીરાત (UAE) નું મંગળ માટેનું પહેલું અંતરીક્ષ મિશન સોમવારે જાપાન (Japan) થી લોન્ચ થયું. જો કે હવામાને તેમાં કેટલાક વિધ્નો નાખ્યા હતાં. જેના કારણે અગાઉ લોન્ચ પહેલા તેને ટાળવું પડ્યું હતું. આ પ્રોજેક્ટને હોપ (HOPE) નામથી ડબ કરાયું છે. આ યાનમાં કોઈ માણસ ગયો નથી. તેની લાઈવ ફીડ પણ દેખાડવામાં આવી. આ યાન પર અરબીમાં અલ અમલ લખેલું છે. આ યાને જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટર (Tanegashima Space Centre) થી ઉડાણ ભરી.

UAEનું પ્રથમ મંગળ મિશન HOPE જાપાનથી થયું લોન્ચ, ફેબ્રુઆરીમાં મંગળની કક્ષામાં પ્રવેશે તેવી આશા

ટોકિયો: સાઉદી અરબ અમીરાત (UAE) નું મંગળ માટેનું પહેલું અંતરીક્ષ મિશન સોમવારે જાપાન (Japan) થી લોન્ચ થયું. જો કે હવામાને તેમાં કેટલાક વિધ્નો નાખ્યા હતાં. જેના કારણે અગાઉ લોન્ચ પહેલા તેને ટાળવું પડ્યું હતું. આ પ્રોજેક્ટને હોપ (HOPE) નામથી ડબ કરાયું છે. આ યાનમાં કોઈ માણસ ગયો નથી. તેની લાઈવ ફીડ પણ દેખાડવામાં આવી. આ યાન પર અરબીમાં અલ અમલ લખેલું છે. આ યાને જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટર (Tanegashima Space Centre) થી ઉડાણ ભરી.

fallbacks

લોન્ચ બાદ મિત્સુબુશી હેવી ઈન્ડસ્ટ્રીએ કહ્યું કે અમે  H-IIA લોન્ચ વ્હીકલ નંબર 42 ( H-IIA F42)ને લોન્ચ કર્યું છે જે અમીરાત માર્સ મિશન (EMM) HOPE સ્પેસક્રાફ્ટને જાપાનના સમય મુજબ 6:58:14 (JST) (2158GMT) પર લોન્ચ કર્યું છે. ભારતીય સમય મુજબ આ મિશન સવારે 3:28 વાગે લોન્ચ થયું. લોન્ચની પાંચ મિનિટ બાદ આ સેટેલાઈટને લઈને જઈ રહેલું યાન પોતાના નિર્ધારિત રસ્તે હતું. તેણે પોતાની યાત્રાનું પહેલુ સેપરેશન પણ કરી લીધુ હતું. 

અમીરાતનો આ પ્રોજેક્ટ મંગળ પર જનારા ત્રણ પ્રોજેક્ટમાંથી એક છે. જેમાં ચીનના તાઈનવેન-1 અને અમેરિકાના માર્સ 2020 પણ સામેલ છે. જ્યારે ધરતી અને મંગળ વચ્ચે અંતર સૌથી ઓછુ હોય છે તેવી તકનો તેઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. 

નાસાના જણાવ્યાં ઓક્ટોબરમાં મગંળનું અંતર અપેક્ષાકૃત 38.6 મિલિનય માઈલ (62.07 મિલિયન કિલોમીટર) ઓછુ હશે. 'HOPE' મંગળની કક્ષામાં ફેબ્રુઆરી 2021માં પહોંચશે તેવી આશા છે. તે સાત અમીરાતોના ભેગા થઈને યુએઈ બનવાની 50મી વર્ષગાંઠનો અવસર પણ હશે. ત્યારબાદ તે એક મંગળવર્ષ એટલેકે 687 દિવસો સુધી તેની કક્ષામાં ચક્કર લગાવશે. 

જો કે આ માર્સ મિશનનો હેતુ આ લાલ ગ્રહના પર્યાવરણ અને હવામાન અંગે જાણકારી ભેગી કરવાનો છે. પરંતુ તેની પાછળ એક મોટો લક્ષ્ય પણ માનવામાં આવી રહ્યો છે. અને તે છે આગામી 100 વર્ષમાં મંગળ પર માણસોની વસ્તી વસાવવાનો. યુએઈ આ પ્રોજેક્ટને અરબના યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે રજુ કરવા માંગે છે. 1960ના દાયકાથી જ મંગળ પર અનેક મિશન મોકલવામાં આવ્યાં છે. જેમાંથી મોટાભાગના અમેરિકી હતા. અનેક તો ત્યાં પહોંચી શક્યા નહીં કે લેન્ડ કરી શક્યા નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More