Home> World
Advertisement
Prev
Next

Passport: વિશ્વના આ ત્રણ લોકોને નથી પડતી પાસપોર્ટની જરૂર, ગમે તે દેશની કરી શકે છે યાત્રા

Passport System: રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી, જ્યારે પણ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવાનો હોય છે. એક પાસપોર્ટ પોતાના ધારકની વ્યક્તિગત ઓળખ અને રાષ્ટ્રીયતા પ્રમાણિત કરે છે. 

Passport: વિશ્વના આ ત્રણ લોકોને નથી પડતી પાસપોર્ટની જરૂર, ગમે તે દેશની કરી શકે છે યાત્રા

નવી દિલ્હીઃ Travel Documents: દુનિયામાં ગમે તે વ્યક્તિએ જો બીજા કોઈ દેશમાં જવું હોય તો પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ વગર કોઈ વ્યક્તિ બીજા દેશની યાત્રા કરી શકતો નથી. રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી પણ જ્યારે એક દેશથી બીજા દેશમાં જાય છે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવાનો હોય છે. એક પાસપોર્ટ પોતાના ધારકની વ્યક્તિગત ઓળખ અને રાષ્ટ્રીયતાને નક્કી કરે છે. પાસપોર્ટમાં ધારકનું નામ, ફોટોગ્રાફ, જન્મસ્થળ અને જન્મ તારીખ, સહી અને પાસપોર્ટની વેલિડિટી લખેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ત્રણ ખાસ એવા લોકો છે જેને કોઈ બીજા દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નથી. 

fallbacks

આજે અમે તમને આજે આ ત્રણ લોકો વિશે જણાવીશું. આ ત્રણ લોકો છે- બ્રિટનના કિંગ અને જાપાનના રાજા-રાણી. આવો જાણીએ તેના વિશે....

બ્રિટનના કિંગ
કિંગ ચાર્લ્સ તૃતીય આ મહિને બ્રિટનના મહારાજ બન્યા છે. તેમના માતા તથા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ તેઓ આ પદ પર બેઠા છે. તેમના મહારાજ બનતા યુકેના વિદેશ મંત્રાલયે બધા દેશોને સૂચના આપી દીધી કે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયને સંપૂર્ણ સન્માન સાથે ગમે ત્યાં આવવા-જવાની મંજૂરી આપવામાં આવે અને તેમના પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. કિંગ ચાર્લ્સ પહેલા તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર હાસિલ હતો. 

આ પણ વાંચોઃ Video: ગજબ...ઝીરો ગ્રેવિટી પર મહિલા અંતરિક્ષયાત્રીએ અંતરિક્ષમાં કર્યા યોગાસન

નોંધનીય છે કે પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર માત્ર ગાદી પર બેઠેલા રાજા કે મહારાણીને હોય છે. કિંગ ચાર્લ્સ તૃતીયના પત્નીને જો વિદેશ જવું હશે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડશે. આ રીતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સમયમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપને પણ વિદેશ જવા માટે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડતી હતી. 

જાપાનના સમ્રાટ અને મહારાણી
આ સમયે જાપાનના સમ્રાટ નારૂહિતો છે અને તેમના પત્ની મસાકો ઓવાદા જાપાનના રાણી છે. સમ્રાટ અને રાણી માટે પાસપોર્ટ વગર વિદેશ જવાની વ્યવસ્થા 1971થી શરૂ થઈ હતી. જાપાન દુનિયાના બધા દેશોને એક સત્તાવાર પત્ર આ વિશે મોકલે છે કે સમ્રાટ અને રાણીને તેમના દેશમાં જવા માટે આ પત્રને તેમનો પાસપોર્ટ માની લેવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More