Nicolas Aujula Prediction 2025: વર્ષ 2025ને લઈને ઘણી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા બાબા વેંગા, નોસ્ટ્રાડેમસથી લઈને નવા યુગના નિકોલસ અજુલાનો સમાવેશ થાય છે. નિકોલસ અજુલા તેની 3 મોટી ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે, જે સાચી સાબિત થઈ અને તેણે દુનિયા પર મોટી અસર પણ કરી. હવે વર્ષ 2025 માટે નિકોલસ અજુલાની આગાહીઓ ડરામણી છે કારણ કે જો તે સાચી પડી તો વિશ્વમાં મોટાપાયે વિનાશ થશે. આ પ્રલયની શરૂઆત ગણી શકાય. માત્ર 38 વર્ષનો નિકોલસ અજુલા તેની આગાહીઓને કારણે ચર્ચામાં છે.
2025 માટે નિકોલસ ઓજુલાની ભવિષ્યવાણી
નિકોલસ ઓજુલાએ વર્ષ 2025માં પ્રાકૃતિક આપદાઓ, ત્રીજું વિશ્વયુદ્ધ અને રાજકીટ ઉથલપાથલની ભવિષ્યવાણી કરી હતી.
ત્રીજું વિશ્વ યુદ્ધ: વર્ષ 2025 માટે નિકોલસ ઓજુલા દ્વારા કરવામાં આવેલી સૌથી ભયાનક આગાહી ત્રીજું વિશ્વ યુદ્ધ છે. નિકોલસ ઓજુલાએ અનુમાન લગાવ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વર્ષ 2025ના મધ્ય સુધીમાં શરૂ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ એવું વર્ષ હશે જ્યારે દુનિયામાં કરુણાનો અભાવ હશે અને ધર્મ અને રાષ્ટ્રવાદના નામે લોકો એકબીજા પ્રત્યે અમાનવીયતા, ક્રૂરતા અને હિંસા કરશે. નિકોલસની આ ભવિષ્યવાણી વધુ ભયાનક છે કારણ કે આ પહેલા બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ જેવી ઘણી હસ્તીઓ પણ વર્ષ 2025માં ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચૂકી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. જે દુનિયામાં વિનાશ લાવશે. આને પ્રલયની શરૂઆત કહેવું ખોટું નહીં હોય.
બ્રિટનમાં રાજકીય ઉથલપાથલઃ તો નિકોલસે વર્ષ 2025ના બ્રિટન માટે ખુબ મુશ્કેલ ગણાવ્યું છે. અહીં ભારે ઉથલપાથલ જોઈ શકાય છે. નિકોલસનું માનવું છે કે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર આ વર્ષના અંત સુધી પોતાનું પદ છોડી દેશે અને સ્ટાર્મરની જગ્યાએ એક મહિલા બ્રિટનની ગાદી પર બેસશે.
પ્રાકૃતિક આપદાઓઃ વિશ્વના ઘણા દેશોમાં કુદરતી આફતો આવશે. તેની પાછળના કારણોમાં દરિયાની સપાટીમાં વધારો, ભારે વરસાદ અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર જવાબદાર હશે. ઘણા શહેરો ડૂબી શકે છે. હિંસાના બનાવો પણ બનશે. નિકોલસના મતે વર્ષ 2025માં બ્રાઝિલમાં પૂરના કારણે ભારે તબાહી થઈ શકે છે. આ આગાહી નોસ્ટ્રાડેમસની આગાહી સાથે પણ મેળ ખાય છે.
કોણ છે નિકોલસ ઓજુલા
38 વર્ષીય નિકોલસ અજુલા લંડનના હિપ્નોથેરાપિસ્ટ છે અને પોતાને પ્રોફેટ કહે છે. તેણે કોવિડ-19 રોગચાળાથી લઈને ટ્રમ્પની જીત અને બ્લેક લાઈવ્સ મેટર ચળવળ સુધીની આગાહીઓ કરી છે, જે સાચી પડી છે. આ સિવાય નિકોલસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવની આગાહી પણ કરી હતી, જે સાચી સાબિત થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે