Australia News: ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો મોટા ખેતરોમાં ખેતી કરે છે. આ ઉપરાંત ઘણા લોકો ફર્મનો ઉપયોગ પોતાના ઘણા પ્રકારના કામો માટે કરે છે. દુનિયામાં એક એવું ફાર્મ છે જે 49 દેશો કરતા મોટું છે. તે જનસંખ્યા, કદ અને કર્મચારીઓની દ્રષ્ટિએ મોટું છે. તે 15,746 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જેણે આ સમયે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ઓસ્ટ્રેલિયન પશુ મથક એટલું વિશાળ છે કે, તે 49 અલગ-અલગ દેશોથી પણ મોટું છે. રિપોર્ટ અનુસાર તે 15,746 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે પૃથ્વી પરની સૌથી મોટી ખાનગી માલિકીની મિલકતોમાંની એક છે. આને જોઈને કહી શકાય કે આ ફાર્મ નેધરલેન્ડ કરતા ઉંચુ, વેલ્સ જેટલું પહોળું અને ઈઝરાયેલ કરતા મોટું છે. જો કે, આ વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે ઘણા દેશો કરતા મોટા હોવા છતાં આ ફાર્મ પર ફક્ત 11 લોકો કામ કરે છે. આ અન્ના ક્રીક સ્ટેશન છે, જે દક્ષિણ ઓસ્ટ્રેલિયાના મધ્યમાં આવેલું છે.
અમેરિકામાં હવે વિદેશી નાગરિકો મર્યા સમજો! 30 દિવસની અંદર આ કામ ન કર્યુ જવું પડશે જેલ
મીડિયા રિપોર્ટ અનુસાર તેના પ્રભાવશાળી કદ હોવા છતાં અન્ના ક્રીકનું વાતાવરણ અત્યંત કઠોર છે. સ્ટેશન પર દર વર્ષે માત્ર 20 સેન્ટિમીટર વરસાદ પડે છે અને ઉનાળાના મહિનાઓમાં તાપમાન 55 °C (131 °F) સુધી પહોંચે છે. ઓછી ઘાસની વૃદ્ધિનો અર્થ છે કે 17,000 પશુઓની વસ્તીને ટેકો આપવા માટે જમીન ખૂબ મોટી હોવી જરૂરી છે.
દૂધમાં અશ્વગંધા પાઉડર મિક્સ કરીને પીવાથી દૂર થશે આ સ્વાસ્થ્ય સમસ્યા, નસ-નસમાં ભરી દેશે તાકાત!
અહીં સ્ટાફમાં એક મેનેજર, આઠ સ્ટેશન સ્ટાફ, એક પ્લાન્ટ ઓપરેટર અને એક રસોઈયાનો સમાવેશ થાય છે. આટલા નાના સ્ટાફ સાથે અન્ના ક્રીક ટેક્નોલોજી પર ખૂબ આધાર રાખે છે. દૂરથી સંચાલિત પાણીના પંપ અને નીચા ઉડતા એરક્રાફ્ટનો ઉપયોગ પશુઓને શોધવા માટે થાય છે. એકવાર પ્રાણીઓ દેખાયા પછી મોટરસાઇકલ પર સ્ટેશન સ્ટાફ તેમને ઘેરી લે છે. તે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે