Home> World
Advertisement
Prev
Next

આ Actorએ દેખાડી દરિયાદિલીની મિસાલ, કંપનીના દરેક કર્મચારીને કર્યા માલામાલ

હ્યુ જેકમેન (Hugh Jackman)ને તેમના નમ્ર સ્વભાવ અને ઉદારતા માટે જાણીતા હોલીવુડ સ્ટાર્સમાં ગણવામાં આવે છે. આ જ કારણ છે કે તેના ચાકતોની લાંબી લિસ્ટ છે અને તે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઓસ્કર નામાંકિત અભિનેતાએ ફરીથી કંઈક એવું કર્યું છે કે લોકો તેના માટે દિવાના થઈ ગયા છે

આ Actorએ દેખાડી દરિયાદિલીની મિસાલ, કંપનીના દરેક કર્મચારીને કર્યા માલામાલ

વોશિંગ્ટન: હ્યુ જેકમેન (Hugh Jackman)ને તેમના નમ્ર સ્વભાવ અને ઉદારતા માટે જાણીતા હોલીવુડ સ્ટાર્સમાં ગણવામાં આવે છે. આ જ કારણ છે કે તેના ચાકતોની લાંબી લિસ્ટ છે અને તે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઓસ્કર નામાંકિત અભિનેતાએ ફરીથી કંઈક એવું કર્યું છે કે લોકો તેના માટે દિવાના થઈ ગયા છે. હ્યુ જેકમેને ક્રિસમસ (Christmas) માટે ઓસ્ટ્રેલિયન કંપનીના કર્મચારીઓને મોટી રકમ દાનમાં આપી છે.

fallbacks

આ પણ વાંચો:- અમેરિકામાં ફેલાઈ રહ્યા છે આ જીવલેણ અમીબા, વૈજ્ઞાાનિકોએ આપી ચેતવણી

હિસ્સો વેચીને આપી Gift
હ્યુ જેકમેન (Hugh Jackman)એ ઓસ્ટ્રેલિયન બૂટ કંપની આરએમ વિલિયમ્સના (RM Williams) કર્મચારીઓને નાતાલ (Christmas)ની ઉજવણી માટે 1.2 મિલિયન ડોલર (લગભગ નવ કરોડ) આપ્યા છે. અભિનેતાની પાસે આ કંપનીમાં 5 ટકા હિસ્સો હતો, પરંતુ ઓક્ટોબરમાં તેણે ઓસ્ટ્રેલિયન કંપની એન્ડ્ર્યુ ફોરેસ્ટ કંપની ખરીદતા પહેલા તેનો હિસ્સો વેચી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તે રકમમાંથી કેટલીક રકમ કંપનીના કર્મચારીઓને ક્રિસમસ ગિફ્ટ તરીકે દાનમાં આપી છે.

આ પણ વાંચો:- મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa

fallbacks

દરેક Employeeને મળ્યું ઘણું 
એક એજન્સી અનુસાર, કોઈ અનામ શેરહોલ્ડરે ઓસ્ટ્રેલિયન બૂટ ઉત્પાદક આરએમ વિલિયમ્સના દરેક કર્મચારીને ભેટ રૂપે 1,300 ડોલર (આશરે 1 લાખ રૂપિયા) આપ્યા છે. કંપનીમાં કુલ 900 કર્મચારીઓ છે, તેથી દાન આપવાનો આંકડો કરોડો સુધી પહોંચે છે. જો કે, એજન્સીએ દાતાનું નામ જાહેર કર્યું નથી. તેમના વતી ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે પૂર્વ શેરધારકે કર્મચારીઓને રોકડ ભેટ આપી છે. પરંતુ આ ભૂતપૂર્વ શેરહોલ્ડર કોણ છે, તે દરેક જાણે છે. તો હ્યુ જેકમેનની ઉદારતાના સોશિયલ મીડિયા પર ફરી વખાણ થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More