Home> World
Advertisement
Prev
Next

14 કરોડમાં વેચાયુ આ કબુતર, ખાસિયત જાણીને તમે ચોકી જશો

World's Most Expensive Pigeon: તમે જાણીને ચોકી જશો કે કોઈ વ્યક્તિ એક કબુતર પર આટલી મોટી બોલી કેમ લગાવી શકે છે. પરંતુ આ કોઈ સામાન્ય કબુતર નથી, તેથી તેના પર 14 કરોડની બોલી લગાવવામાં આવી છે. 
 

14 કરોડમાં વેચાયુ આ કબુતર, ખાસિયત જાણીને તમે ચોકી જશો

નવી દિલ્હીઃ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સિવાય એક કબુતર જેનું નામ પણ સંયોગથી કિમ છે, તે ચર્ચામાં છે. ચર્ચામાં આવવાનું કારણ છે કે કિમ વિશ્વનું સૌથી મોંઘુ કબુતર બની ચુક્યુ છે. 

fallbacks

14 કરોડમાં વેચાયુ કબુતર
ઘણા લોકોને આ એક મજાક લાગી શકે છે પરંતુ તે સત્ય છે. મહત્વનું છે કે ફિમેલ કબુતર 14 કરોડમાં વેચાયુ છે. આ કબુતરને ચીનના એક વ્યક્તિએ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી જીત્યુ છે. આ કબુતર એક નિવૃત્ત રેસિંગ માદા કબુતર છે. 

જાણો શું છે ખાસિયત?
આ કબુતરનું નામ કિમ છે અને તે બે વર્ષનું છે, જે દુનિયાનું સૌથી મોંઘુ કબુતર બની ચુક્યુ છે. આ શાનદાર રેસર 2018માં ઘણી સ્પર્ધામાં વિજેતા રહી ચુક્યુ છે. નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસની વિજેતા માદા કબુતરની ગતિ જોરદાર છે. મહત્વનું છે કે ઘણા લોકો નર કબુતરો માટે ઉંચી બોલી લગાવે છે પરંતુ માદા કબુતરની આટલી મોટી કિંમત ખરેખર ચોંકાવનારી છે. 

આ પણ વાંચોઃ આકાશમાંથી ટપોટપ રસ્તા પર કેમ પડવા લાગ્યાં ઢગલાબંધ પક્ષીઓ? અચાનક રસ્તો કેમ બની ગયો સ્મશાન?

રેસિંગ કબુતરોની ચાલી રહી છે ફેશન
ચીનમાં કબુતરોની રેસ એક ટ્રેન્ડ બની રહ્યો છે. મહત્વનું છે કે માદા રેસિંગ કબુતરોનો સારા રેસર કબુતર પેદા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઈતિહાસમાં પ્રથમવાર કોઈએ માદા કબુતર પર આટલી મોટી બોલી લગાવી છે. 

બન્યું વિશ્વનું સૌથી મોંઘુ કબુતર
કિમે આર્મંડો પાસેથી વિશ્વના સૌથી મોંઘા કબુતરનો ખિતાબ છીનવી લીધો છે. હકીકતમાં આર્મંડો પર 2019માં 1.25 મિલિયન યુરોની બોલી લગાવી હતી, જે કિમ પર લગાવવામાં આવેલી બોલીથી 1.6 મિલિયન યુરો ઓછા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More