Relationship with the ghost : આજે દુનિયા ક્યાંની ક્યા પહોંચી ગઈ છે વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી છે. પહેલાની સરખામણીમાં આજનું જીવન ખુબ જ સરળ બની ગયું છે. પરંતુ આજના આ વિજ્ઞાનના યુગમાં પણ એવા કેટલાક લોક છે જે પોતાને બદલવાનું નામ લેતા નથી. એવી વાતો કરે કે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજે કોણ એવું હશે જે ભૂત પ્રેતની વાતોમાં વિશ્વાસ કરે. પરંતુ એક મહિલાએ ખુબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂત (Ghost) ની આ કહાની જાણીને તમારા હોશ ઉડી જશે. બ્રિટનની એક મહિલાએ દાવો કર્યો છે કે તે ભૂત સાથે રિલેશનશીપમાં હતી.
VIDEO: 2 કરોડ રૂપિયાની Mercedes કાર એક ઝટકે બાળી મૂકી, કારણ જાણી વિશ્વાસ નહીં કરી શકો
એમથિસ્ટ રીલ્મ નામની મહિલાનું કહેવું છે કે તેની ભૂત સાથે દોસ્તી હતી. તે ભૂત સાથે રજાઓ ગાળી ચૂકી છે. મહિલાનો દાવો છે કે તે એક ભૂત સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે. મહિલાએ ભૂતનું નામ રે જણાવ્યું છે.
સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'
'It was going really well until we went on holiday ... and then he completely changed'
After Amethyst met and fell in love with ghost Ray, they’ve now decided to part ways after he began acting oddly.
Watch the full chat on the ITV Hub 🕙👉https://t.co/Q7IV485mUn pic.twitter.com/sLkpArOkUr
— This Morning (@thismorning) October 14, 2020
રીલ્મનું કહેવું છે કે તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો. કદાચ તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો. રીલ્મે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે. મહિલાનો દાવો છે કે તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે