Home> World
Advertisement
Prev
Next

આ શખ્સે કર્યા 20 હજાર રૂપિયામાં શાહી લગ્ન, રિસેપ્શનમાં આ હતા પકવાન

ટ્વિટર પર તેણે પોતાની સ્ટોરી શેર કરી છે. જ્યાં તેણે જણાવ્યું કે, પરિવાર અને મિત્રો મળીને 25 લોકો હતી. ઘરના ધાબા પર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

આ શખ્સે કર્યા 20 હજાર રૂપિયામાં શાહી લગ્ન, રિસેપ્શનમાં આ હતા પકવાન

પાકિસ્તાનના ફોટોગ્રાફર રિઝવાને અલગ રીતે લગ્ન કર્યા જેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. તેણે માત્ર 20 હજાર પાકિસ્તાની રૂપિયા (10 હજાર ભારતીય રૂપિયા)માં તેના લગ્ન કર્યા છે. તે પણ શાહી રીતે. તેણે મોંઘા કપડા અને ઢોલ નગારાની વચ્ચે લગ્ન ન કરી, તેણે સારું જમવા પર ખર્ચો કર્યો છે. તેણે લગ્નમાં તેના ખાસ મિત્રો અને સંબંધીઓને જ બોલાવ્યા હતા. સંપૂર્ણ ખર્ચ વેલીમમાં કર્યો. તેણે લગ્નનું રિસેપ્શન ઘરના ધાબા પર જ કર્યું હતું. જેને સણગારવાનું કર્યા તેના પિતાએ કહ્યું હતું. આ લગ્નમાં માત્ર 25 લોકોને જ બોલાવ્યા હતા. નિકાહ કર્યા બાદ તેમણે ઘરના ધાબા પર જ રિસેપ્શન ગોઠવ્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: ઈમરાન ખાન 'જૂઠ્ઠા' સાબિત થયા, દરેક વાયદો બની રહ્યો છે 'ઠાલા વચન'

ટ્વિટર પર તેણે પોતાની સ્ટોરી શેર કરી છે. જ્યાં તેણે જણાવ્યું કે, પરિવાર અને મિત્રો મળીને 25 લોકો હતી. ઘરના ધાબા પર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. મેન્યૂમાં ચિકન ટિક્કા, સીખ કબાબ, પાઠુર ચણા હલવા, સ્ટ્રોબેરી હતી. મેં લગ્નનું બજેટ 20 હજાર રૂપિયા રાખ્યું હતું. મેં મિત્રના રસોઇયાની મદદ લીધી હતી. ચિકન અને મસાલા ખરીદી લાવ્યો અને ખાવાનું બનાવવામાં મદદ કરી હતી. પત્નીએ સ્ટાર્ટરમાં ખાટા બટાકા બનાવ્યા. મારા પિતાએ ઘરના ધાબાને સજાવ્યું હતું.

વધુમાં વાંચો: ભારતને સલાહ આપવા બેઠેલા ઈમરાન ખાનને નસીરૂદ્દીન શાહે જ આપ્યો સણસણતો જવાબ

એટલું જ નહીં, વધુમાં તેણે જણાવતા કહ્યું કે મેં પાડોશના ઇલેક્શન કમિટીથી 25 ખુર્શીઓ પણ ઉધાર લાવ્યો હતો. હું સ્વિટ લાવવાનું ભૂલી ગયો હતો તો મિત્રએ આઇસ ક્રિમ અને સ્ટ્રોબેરી લઇને આવ્યો અને તેણે ખાવા માટે ટેબલ પણ ખરીદી લીધુ હતું. મેં અને મારી પત્નીએ માતા અને બહેને ભેટમાં આપેલી શલવાર કમીઝ પહેરી લીધી. અમે મોડી રાત સુધી એન્જોય કર્યો અને જમવાનો આનંદ ઉઠાવ્યો હતો. ઓછા બજેટના લગ્નમાં ખુબ મજા આવી.

વધુમાં વાંચો: 12 વર્ષના લિયોએ શરૂ કરી પોતાની સ્કૂલ, આપે છે ફ્રીમાં એજ્યુકેશન

તેણે લગ્નની તસ્વીરો પોસ્ટ કરતા લખ્યું કે, હું બસ એટલું કહેવા ઇચ્છું છું કે ચિંતા ન કરો, આરામ કરો. તમે જે કરવા માંગો છો તે કરો. બસ ખુશ રહો. નાના અથવા મોટા, ખુશી શોધવાનું શીખો. ફક્ત ખુશ રહો. (પુરાવા માટે આ તસવીરો). સોશિયલ મીડિયા પર તેની આ સ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે. જ્યાં લગ્નમાં લોખો, કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યાં રિઝવાને માત્ર 20 હજાર પાકિસ્તાની રૂપિયામાં લગ્ન કર્યા છે.

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More