નવી દિલ્હી: ઉત્તર અરબ સાગરમાં એકવાર ફરીથી ભારત અને જાપાન વચ્ચે મજબૂત દોસ્તીની ઝલક જોવા મળી. શનિવારે અહીં ભારત અને જાપાનની નેવી વચ્ચે જોઈન્ટ અભ્યાસ (military exercise) શરૂ થયો. ભારત (India) અને જાપાન (Japan) નો આ સંયુક્ત અભ્યાસ ચીન (China) માટે એક જબરદસ્ત સંદેશ પણ છે. ચીન વિરુદ્ધ દુનિયામાં એક મોટું ગઠબંધન તૈયાર થવા જઈ રહ્યું છે. બંને દેશોની નેવી વચ્ચે આ અભ્યાસ સોમવાર સુધી ચાલુ રહેશે.
VIDEOમાં દાવો: ભારતીય સરહદે પોસ્ટિંગ થતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો
સંયુક્ત અભ્યાસને જીમેક્સ નામ આપવામાં આવ્યું છે. આ જોઈન્ટ અભ્યાસથી ભારતીય નેવીના અભિયાનોની ક્ષમતાને મજબૂતાઈ મળશે. આ હાઈ ક્લાસ નેવલ એક્સસાઈઝમાં ટેક્નોલોજીથી લઈને ઝીણામાં ઝીણી રણનીતિક વાતો શેર કરવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ એક સમજૂતિ થઈ હતી. આ સમજૂતિ બાદ આ પહેલો સંયુક્ત અભ્યાસ છે.
UNમાં શી જિનપિંગના 5 સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?
આ દરમિયાન વેપન ફાયરિંગ, ક્રોસ ડેક હેલિકોપ્ટર અભિયાન અને કોમ્પલેક્સ સર્ફેસ, એન્ટી સબમરીન, અને હવાઈ સુરક્ષા ડ્રિલ્સ બંને દેશોની નેવીના મજબૂત સમન્વયને આગળ વધારશે.
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ પર લાગ્યો વિચિત્ર 'આરોપ', US પ્રવાસ વિવાદમાં સપડાયો
ભારતીય સેના સ્વદેશમાં વિક્સિત સ્ટીલ્થ ડેસ્ટ્રોયર ચેન્નાઈ, તેગ ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ તરકશ અને ફ્લીટ ટેન્કર દીપક સાથે ભાગ લીધો છે. જ્યારે જાપાનની નેવી સમુદ્રી સેલ્ફ ડિફેન્સ ફોર્સ કાગા યુદ્ધજહાજ, ઈજુમો ક્લાસ હેલિકોપ્ટર ડિસ્ટ્રોયર, અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈકાઝૂકી સાથે ભાગ લીધો છે.
લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે