Home> World
Advertisement
Prev
Next

TikTok પર વીડિયો પોસ્ટ કરતી હતી પત્ની, પતિએ 6 વર્ષની પુત્રી સામે મારી 14 ગોળી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયોઝ પોસ્ટ કરવું એક મહિલાને એટલું ભારે પડ્યું કે, જોત જોતામાં તેનો આખો પરિવાર બરબાદ થઈ ગયો. આ મામલો બ્રાઝિલનો છે. અહીં એક ટિકટોક સ્ટારની (Tiktok Star) તેના પતિએ એટલા માટે હત્યા કરી કે તે સેક્સી વીડિયો પોસ્ટ કરતી હતી

TikTok પર વીડિયો પોસ્ટ કરતી હતી પત્ની, પતિએ 6 વર્ષની પુત્રી સામે મારી 14 ગોળી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયોઝ પોસ્ટ કરવું એક મહિલાને એટલું ભારે પડ્યું કે, જોત જોતામાં તેનો આખો પરિવાર બરબાદ થઈ ગયો. આ મામલો બ્રાઝિલનો છે. અહીં એક ટિકટોક સ્ટારની (Tiktok Star) તેના પતિએ એટલા માટે હત્યા કરી કે તે સેક્સી વીડિયો પોસ્ટ કરતી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતાની જાતને ગોળી મારી હતી. આ સંપૂર્ણ ઘટનાની સાક્ષી દંપતીની 6 વર્ષની પુત્રી હતી.

fallbacks

પત્નીની આ આદતથી નારાજ હતો પતિ
ડેલી મેલના સમાચાર અનુસાર ટિકટોક પર સેક્સી વીડિયો પોસ્ટ કરનારી 35 વર્ષીય ઈલિયાને ફેરેસા સિઓલીનની (Eliane Ferreira Siolin) તેના પતિએ ગોળી મારી હત્યા કરી છે. આ ઘટના પહેલા બંને વચ્ચે ટિકટોક પર કરવામાં આવેલી પોસ્ટને લઇને ઝગડો થયો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા પતિએ તેની 6 વર્ષની પુત્રી સામે પત્નીને એક પછી એક 14 ગોળીઓ મારી, ત્યારબાદ તેણે આપઘાત કરી લીધો. બાળકી હાલ દંપતીના સંબંધીઓ પાસે છે.

આ પણ વાંચો:- આ દેશમાં કુતરાના નામ પર હોલીડેની જાહેરાત, 'નેશનલ હીરો'નો આપવામાં આવ્યો દરજ્જો

પતિએ પત્નીને 14 ગોળીઓ મારી
પોલીસને બંનેના મૃતદેહ તમના ઘરની પાછળના ભાગમાં મળ્યા. પોલીસને ઈલિયાનેના શરીર પર ગોળીના 14 નિશાન મળ્યા, જ્યારે તેના પતિના માથા પર એક ગોળીનું નિશાન મળ્યું.

આ પણ વાંચો:- ભારતીયો માટે ખુશખબરી, Biden ને બદલ્યો વિઝા અંગેનો આ નિયમ

6 વર્ષની માસૂમ બાળકી ઘટનાની સાક્ષી
તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર ઈલિયાનેના લાખો ફોલોએર્સ છે. તે ટિકટોક પર પોતાના સેક્સી ફોટો અને વીડિયોઝ શેર કરતી હતી જેના કારણે તેનો પતિ ઘણો નારાજ હતો. બંને વચ્ચે પહેલા પણ ઝગડો થયો હતો પરંતુ 24 જાન્યુઆરીના એક ફેમિલી પાર્ટી દરમિયાન મામલો એટલો વધી ગયો કે, પતિએ તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી.

આ પણ વાંચો:- આ મંદિર છે નરકનો દરવાજો, જે અહીં જાય છે તે ક્યારેય પાછું નથી આવતું, જાણો રહસ્ય

પોલીસની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બંદુક અને કેટલીક કારતુસ મળી છે. આ બિભત્સ ઘટનાની સાક્ષી બનેલી 6 વર્ષની માસૂમ બાળીને સંબંધીઓની પાસે મોકલી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More