Home> World
Advertisement
Prev
Next

Ukraine-Russia War: TIME મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પસંદ કર્યા 'પર્સન ઓફ ધ યર'

Ukraine-Russia War: રશિયન આક્રમણનો સામનો કરવા માટે યુક્રેન દ્વારા બતાવવામાં આવેલી હિંમત. ટાઈમ મેગેઝીને આ માટે યુક્રેનની પસંદગી કરી છે.

Ukraine-Russia War: TIME મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પસંદ કર્યા 'પર્સન ઓફ ધ યર'

વોશિંગટનઃ Volodymyr Zelensky On TIME Magazine: ટાઇમ મેગેઝિને યુક્રેન (Ukraine) ના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીની સાથે-સાથે 'ધ સ્પ્રિટ ઓફ યુક્રેન'ને વર્ષ 2022ના પર્સન ઓફ ધ યર જાહેર કર્યાં છે. ટાઇમ મેગેઝિને બુધવારે આ જાહેરાત કરી છે. આ એવોર્ડ તે વ્યક્તિને આપવામાં આવે છે જેણે છેલ્લા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય. આ પુરસ્કાર માટે અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાનના પ્રદર્શનકારી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંહ, દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક અને યુએસ સુપ્રીમ કોર્ટ સામેલ રહ્યાં હતા. 

fallbacks

ટાઇમના એડિટર ઇન ચીફ એડવર્ડ ફેલસેંથલે લખ્યુ કે, 'ભલે યુક્રેન માટે લડવામાં આવી રહેલી લડાઈ કોઈ આશાથી ભરી ડે કે ડરથી, વલોડિમિર ઝેલેન્સ્કીએ દુનિયાને એ રીતે પ્રેરિત કરી છે જેમ આપણા દાયકાઓમાં જોયું નથી.' તેમણે કહ્યું કે યુક્રેની રાષ્ટ્રપતિને પસંદ કરવાનો નિર્ણય સૌથી સ્પષ્ટ હતો. 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
મેગેઝિને કહ્યું કે યુદ્ધના શરૂ થવા પર યુક્રેનની રાજધાની કીવને છોડવાનો ઇનકાર કરતા પૂર્વ કોમેડિયન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ પોતાના યુદ્ધગ્રસ્ત દેશમાં યાત્રા કરી અને દેશની જનતાને સંબોધિત કરતા રહ્યાં. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમક કર્યું હતું. ત્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. 

એલોન મસ્કને ગયા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો
યુક્રેને હિંમતપૂર્વક આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે અને તે રશિયાનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કને 2021 માં ટાઇમના "પર્સન ઑફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2021 માં તેની ઇલેક્ટ્રિક કાર કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કાર નિર્માતા બની હતી. TIME એ આ એવોર્ડ 1927માં શરૂ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More