Canada News : કેનેડાની ધરતી હવે ભારતીયો માટે જીવલેણ બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહેતા ભારતીયો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે હવે કેનેડામાં એક જીવલેણ કાર અકસ્માતમાં ત્રણ ભારતીય યુવકોના મોત નિપજ્યા છે. ત્રણ યુવકોમાંથી બે સગા ભાઈ અને એક યુવક તેમનો મિત્ર હતો. કેનેડના ગ્રેટર ટોરન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો.
કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે રાત્રે સર્જાયેલ અકસ્માતમાં 3 ભારતીયોના મોત થયા છે. આ યુવકોમાં રીતિક છાબરા તેના ભાઈ રોહન છાબરા અને ગૌરવ ફાસગેનું મોત નિપજ્યું છે. હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો. જેમાં રોહન અને રીતિક બંને સગા ભાઈઓ હતા. ત્યારે બે સગા દીકરાઓના મોતથી છાબરા પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.
રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો : નવું નજરાણું અટલ સરોવર બનીને તૈયાર
કેનેડા પોલીસે માહિતી આપી કે, અકસ્માતના દિવસે મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયો હતો, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેની કારને અકસ્માત નડ્યો હતો. કેનેડાના સમય અનુસાર, ગુરુવારે મોડી રાતે 1.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જે યુવકનો જન્મદિવસ હતો, તે યુવકનું પણ અકસ્માતમાં મોત નિપજ્યું છે.
કારમાં ત્રણેય યુવકો હતા, જેઓ જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા. તેમની કાર પોલ સાથે અથડાઈ હતી, અને કારને ફુરચેફુરચા ઉડી ગયા હતા. પરંતુ અંદર રહેલા ત્રણેય યુવકોનો જીવ ગયો હતો.
ગુજરાતના કૃષિ મંત્રની તબિયત લથડી : ચાલુ કાર્યક્રમમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે