Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, અંગત પળોનો વીડિયો વાયરલ

પાકિસ્તાન હંમેશા પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે પાકિસ્તાનના સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈન ચર્ચામાં છે.

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, અંગત પળોનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે પાકિસ્તાનના સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈન ચર્ચામાં છે. કારણ છે તેમના ત્રીજા લગ્ન. હાલમાં જે તેમણે 18 વર્ષની સઈદા દાનિયા શાહ સાથે  લગ્ન કર્યા છે. આ તેમના ત્રીજા લગ્ન છે. તેઓ 49 વર્ષના છે અને તેમના બાળકો પણ છે. આ બધા વચ્ચે એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખુબ જ રોમેન્ટિક  છે. વીડિયો જોઈને લોકોએ રિએક્શન પણ આપ્યા છે. હાલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સઈદા તેના 49 વર્ષના પતિ સાથે છે. તે ગૂપચૂપ આ વીડિયો બનાવી રહી છે. તે સમયે લિયાકત હુસૈન સૂઈ રહ્યા હતા. એક નાનકડો રીલ છે જેમાં ખુબ રોમેન્ટિક ગીત વાગી રહ્યું છે. તે કેમેરો જેવો પતિ સામે લાવે છે કે તેનો પતિ તેને ત્રાસી નજરે જુએ છે. બંનેનો આ અંગત પળોનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વીડિયો ઉપરાંત સઈદાએ અન્ય અનેક ફોટા પણ શેર કર્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @syedadaniaaamir

આ આપ્યું કેપ્શન
અન્ય એક વીડિયો શેર કરતા સઈદાએ લખ્યું કે કાલે રાતે કાશીએ મને દુલ્હન બનાવી લીધી, ખુબ જ ખાસ પળ હતી, માર પતિ બાળપણથી જ મારા આદર્શ છે. સઈદાએ ઈન્સ્ટાગ્રામ પર અનેક અન્ય વીડિયો પણ શેર કર્યા છે. હાલ ઈન્સ્ટાગ્રામ પર તેના 18 હજારથી વધુ ફોલોઅર્સ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @syedadaniaaamir

એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોને ચાર હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો સતત આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More