Home> World
Advertisement
Prev
Next

શું રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત? પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક પર દુનિયાની નજર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે 15 ઓગસ્ટે અલાસ્કામાં મુલાકાત થવાની છે, જેમાં યુક્રેન યુદ્ધને ખતમ કરવા પર ચર્ચા થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી છે.
 

 શું રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત? પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક પર દુનિયાની નજર

વોશિંગટનઃ વિશ્વના દેશો પર ટેરિફ બોંબ ફોડનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ હવે કરશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત..વારંવાર ધમકીઓ અને અલ્ટીમેટમ બાદ પણ પુતિને ટ્રંપ સામે નમતુ જોખયુ નહી...જેના કારણે નરમ પડલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે પુતિન સાથે અચાનક વાત કરવા થઈ ગયા છે તૈયાર...ત્યારે આ બેઠકમાં શુ ચર્ચા થવાની છે...અને ટ્રંપ કેમ પુનિત સાથે વાતચીત કરવા તૈયાર થયા છે જોઈએ આ અહેવાલમાં..

fallbacks

આગામી શુક્રવાર વિશ્વ માટે એક મહત્વનો દિવસ હશે...કેમ કે 15 ઓગસ્ટના દિવસે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવશે સામ સામે...બન્ને નેતાઓ રશિયા- યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરશે...અમેરિકાના અલાસ્કામાં યોજાનારી આ બેઠક એટલા માટે યોજાઈ રહી છે કેમ કે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી લાખો લોકોના જીવનને બરબાદ કરી દીધા છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રંપે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ટુથ પર લખ્યુ હતુ કે,"સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે મારી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વચ્ચેની લાંબા સમયથી રાહ જોવાતી બેઠક આવતા શુક્રવારે એટલે 15 ઓગસ્ટ, 2025ના રોજ, અલાસ્કા રાજ્યમાં યોજાશે. વધુ વિગતો બાદમાં આપવામાં આવશે.

15 તારીખે બન્ને મહાસત્તાઓના નેતાઓની બેઠક થશે...અગાઉના આ બન્ને નેતાઓ વચ્ચે સંયુક્ત અરબ અમીરાતનું સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતુ...પરંતુ સુરક્ષા અને કુટનીતિક પ્રાથમિકતાઓનો હવાલો આપીને અલાસ્કાની પસંદગી કરવામાં આવી છે...

એક દાયકા બાદ પુતિનની આ અમેરિકાની મુલાકાત હશે. કેમ કે અગાઉ, તેઓ સપ્ટેમ્બર 2015માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા.તો જૂન 2021માં અમેરિકા તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઈડન અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જીનીવામાં મળ્યા હતા.

આ પણ વાંચોઃ ભારત પર તોતિંગ ટેરિફ નાખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!, નીકટની વ્યક્તિએ આપી મોટી ચેતવણી

ડોનાલ્ડ ટ્રંપે 4 વખત પુતિન સાથે વાતચીત કરી        

12 ફેબ્રુઆરી 2025
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પે પુતિન સાથે વાતચીત કરી

18 માર્ચ, 2025
યુક્રેનમાં યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે બન્ને નેતાઓએ ચર્ચા કરી

19 મે, 2025
યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ટ્રંપ અને પુતિન વચ્ચે ચર્ચા થઈ

4 જૂન, 2025
યુક્રેન અને ઈરાનના મુદ્દા પર 1 કલાક સુધી વાતચીત થઈ

ત્યારે હવે 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં યોજાનારી બેઠકમાં રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે સંમતિ સધાઈ શકે છે....કેમ કે ટ્રંપના ખાસ દૂત સ્ટીવ વિટકોફેએ બુધવારે પુતિન સાથે મુલાકાત કરી હતી..

ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યૂક્રેન યુદ્ધને ખતમ કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડની સીધી વાતચીત થઈ ચુકી છે, પરંતુ તેમાંથી એકમાં પણ કોઈ નક્કર સફળતા નથી મળી. યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો મરી ગયા છે અને લાખો નાગરિકોએ તેમના ઘર છોડવા પડ્યા છે. પશ્ચિમી દેશો અને યૂક્રેન તરફથી વારંવાર અપીલ કરવા છતાં, રશિયા હજુ સુધી યુદ્ધવિરામ માટે તૈયાર થયું નથી. ત્યારે આગામી અઠવાડિયે યોજાનારી આ બેઠક રાજદ્વારી દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે આ બેઠકથી યુદ્ધની દિશા બદલાઈ શકે છે, સાથે જ રશિયા અને અમેરિકાના સંબંધોમાં પણ એક નવો વળાંક આવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More