Home> World
Advertisement
Prev
Next

પડોશમાં રહેતી પરણિત યુવતી સાથે બંધ બારણે 'સુવાળા સંબંધ' રાખવા યુવકે એવું તે ભેજું ચલાવ્યું...જાણીને ચક્કર ખાઈ જશો

મેક્સિકો(Mexico) ના તિજુઆના (Tijuana)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પડોશમાં રહેતી પરણિત યુવતી સાથે બંધ બારણે 'સુવાળા સંબંધ' રાખવા યુવકે એવું તે ભેજું ચલાવ્યું...જાણીને ચક્કર ખાઈ જશો

મેક્સિકો(Mexico) ના તિજુઆના (Tijuana)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરણિત વ્યક્તિએ પોતાની પાડોશી મહિલા સાથે આડા સંબંધ જાળવી રાખવા ઘરમાં એક ગુપ્ત સુરંગ બનાવી લીધી. જે સીધી તેની પ્રેમિકાના ઘરમાં નીકળતી હતી. આ સુરંગ દ્વારા તે તેની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે જતો હતો. મહિલા પણ પરણિત છે અને તેના પતિ સાથે રહેતી હતી. 

fallbacks

પોતાના  ઘરેથી પ્રેમિકાના ઘર સુધી બનાવી નાખી સુરંગ
ડેલીમેલના એક રિપોર્ટ મુજબ આ મામલો મેક્સિકોના તિજુઆનાનો છે. જ્યાં અલ્બર્ટ નામના એક વ્યક્તિએ પાડોશમાં રહેતી તેની પ્રેમિકાના ઘર સુધી જવા માટે એક સીક્રેટ સુરંગ બનાવી નાખી.

fallbacks

(ફોટો સોર્સ-ડેઈલીમેલ)

કન્સ્ટ્રક્શન વર્કર છે અલ્બર્ટો
રિપોર્ટ મુજબ અલ્બર્ટો કન્ટ્રક્શન વર્કર છે અને તેણે પોતે જ સુરંગનું નિર્માણ કર્યું હતું. જ્યારે મહિલાનો પતિ કામ પર જતો હતો, ત્યારે તેનો પ્રેમી સુરંગ દ્વારા તેના ઘરે પહોંચી જતો હતો. 

પતિએ રંગે હાથ પકડ્યા પત્ની અને તેના પ્રેમીને
અલ્બર્ટો અને પામેલાના અફરનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક દિવસ મહિલાનો પતિ જ્યોર્જ તેના કામેથી જલદી ઘરે પાછો ફર્યો અને પત્નીને તેના પાડોશીની સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ. 

fallbacks

(પ્રતિકાત્મક તસવીર)

આ રીતે થયો સુરંગનો ખુલાસો
જ્યોર્જના આવતા જ અલ્બર્ટો કાઉચની પાછળ છૂપાઈ ગયો અને પછી ગાયબ થઈ ગયો. ત્યારબાદ જ્યારે જ્યોર્જે ધ્યાનથી જોયું તો કાઉચ પાછળ એક સુરંગ બનેલી હતી. જે પાડોશીના ઘર સુધી પહોંચતી હતી. સુરંગનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. 

ઝઘડો થતા પોલીસ બોલાવવી પડી
રંગે હાથ પકડાઈ ગયા બાદ અલ્બર્ટોએ જ્યોર્જને કહ્યું કે અફેરની વાત તેની પત્નીને ન જણાવે પરંતુ તે ન માન્યો અને બંને વચ્ચે ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો.  ત્યારબાદ પોલીસ બોલાવવી પડી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More