Home> World
Advertisement
Prev
Next

TV Star સાથે રેલવે સ્ટેશન પર થઇ છેડતી, યુવકોએ ટોપ ફાડ્યું, વીડિયો બનાવ્યો

બ્રિટન (Britain) માં એક ટીવી સ્ટાર (TV Star) ને પહેલાં રેલવે સ્ટેશન અને પછી ટ્રેનની અંદર યૌન ઉત્પીડન (Sexual Assault) નો સામનો કરવો પડ્યો. એટલું જ નહી યુવકોની ભીડમાંથી એક વ્યક્તિએ તેમનો ટોપ પણ ફાડી દીધો, જ્યારે બાકી તે ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરતા રહ્યા.

TV Star સાથે રેલવે સ્ટેશન પર થઇ છેડતી, યુવકોએ ટોપ ફાડ્યું, વીડિયો બનાવ્યો

લંડન: બ્રિટન (Britain) માં એક ટીવી સ્ટાર (TV Star) ને પહેલાં રેલવે સ્ટેશન અને પછી ટ્રેનની અંદર યૌન ઉત્પીડન (Sexual Assault) નો સામનો કરવો પડ્યો. એટલું જ નહી યુવકોની ભીડમાંથી એક વ્યક્તિએ તેમનો ટોપ પણ ફાડી દીધો, જ્યારે બાકી તે ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરતા રહ્યા. મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલી ખૌફનાક વારદાતનો ખુલાસો કર્યો છે. 

fallbacks

હસતા હસતા બનાવતા રહ્યા Video
'ધ સન' ની રિપોર્ટ અનુસાર 21 વર્ષીય લોટી લાયન (Lottie Lion) રીડિંગ ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ પર પોતાની ટ્રેન (Train) ની રાહ જોતા જોતા ફોન પર વાત કરી રહી હતી. ત્યારે કેટલાક યુવક તેમની પાસે પહોંચ્યા અને તે પહેલાં કે તે કંઇ સમજી શકે એક વ્યક્તિએ તેનો ટોપ પકડીને ખેંચી દીધો. ત્યારબાદ બધા હસતા હસતા વીડિયો બનાવવા લાગ્યા. 

Train માં પણ પહોંચી ગયા યુવક
અચાનક આ ઘટનાથી લાયન ડરી ગઇ. તેમણે કહ્યું કે 'ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ યુવક ત્યાંથી ભાગી ગયા. મને સમજાતું ન હતું કે શું કરું, ત્યારે ટ્રેન આવી અને હું તેમાં સવાર થઇ ગઇ. ટ્રેનમાં ખૂબ ભીડ હતી, મને લાગ્યું કે હવે હું સુરક્ષિત છું, પરંતુ એવું થયું નહી. થોડીવાર પછી મેં જોયું તો તે યુવકો ત્યાં જ હાજર હતા. 

Hotel માં કોઝી થયા આ સ્ટાર કપલ, રોમાન્સમાં ડૂબેલા સ્ટાર્સનો પ્રાઇવેટ વીડિયો થયો વાયરલ

રેલવે સ્ટાફનએ આપી મદદ
લોટી લાયનના અનુસાર ટ્રેનમાં ભીડ થયા હોવાછતાં તે યુવાનોનો હોંસલો બુલંદ હતો. તેમાંથી એક ફરી મારી પાસે આવ્યો અને અશ્લીલ હરકતો કરવા લાગ્યો. જ્યારે તેના બાકી સાથી પોતાના મોબાઇલમાં મારી લાચારીનું રેકોર્ડિંગ કરતા રહ્યા, ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયા. રેલવે કંડક્ટરને જ્યારે આ ઘટનાની ખબર પડી તો તે તાત્કાલિક મારી આવ્યો અને મને ફર્સ્ટ ક્લાસમાં શિફ્ટ કરી દીધી. 

ભલે બરબાદ થઇ જાવ, સાચું કહીશ.. 'તમે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો'- વર્લ્ડકલાસ ખેલાડીએ લગાવ્યો આરોપ

Police Complaint કરવી જરૂરી
ટીવી સ્ટાર સાથે આ ખૌફનાક ઘટના આ વર્ષે 24 માર્ચ રાત્રે 10 વાગ્યાની આસપાસ થઇ હતી. તેમણે પોતાના ટિકટોક એકાઉન્ટ પર હવે તેની જાણકારી આપતાં જણાવ્યું કે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ તેમણે ટ્રેનમાં રાતના સમયે એકલા મુસાફરી કરનાર મહિલાઓને વધુ સાવધાની વર્તવાની અપીલ કરી છે. લોતી લાયને એ પણ કહ્યું કે આ આ પ્રકારની ઘટનાઓની પોલીસ કંપ્લેન કરવી જરૂરી છે, અન્યથા અપરાધીઓના ઇરાદા બુલંદ થઇ જાય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More