Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં ભડકેલી હિંસા વચ્ચે ટ્વીટરે Blue Birdને કર્યું Black, વ્યક્ત કર્યો વિરોધ

અમેરિકામાં હિંસક વિરોધ તે સમયે શરૂ થયો જ્યારે 25 મેએ મિનિયાપોલિસમાં એક અશ્વિન વ્યક્તિનું એક પોલીસકર્મીના હાથે મોત થયું હતું. 

અમેરિકામાં ભડકેલી હિંસા વચ્ચે ટ્વીટરે  Blue Birdને કર્યું  Black, વ્યક્ત કર્યો વિરોધ

વોશિંગટનઃ કોરોના સંકટ  (Coronavirus) વચ્ચે અમેરિકા (America)માં અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડના મોત બાદ દેશમાં હિંસા ભડકી ઉછી છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ કંપનીઓમાંથી એક ટ્વીટર (Twitter)એ વિરોધોની સાથે એકતા દર્શાવવા માટે પોતાની પ્રોફાઇલ અને કવર ફોટોને બ્લેક કરી દીધા છે. 

fallbacks

અમેરિકામાં હિંસક વિરોધ તે સમયે શરૂ થયો જ્યારે 25 મેએ મિનિયાપોલિસમાં એક અશ્વિત વ્યક્તિનું પોલીસકર્મીના હાથે મોત થયું હતું. જોર્જના મોત બાદ અમેરિકામાં એકવાર ફરી કાળા અને ગોરાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોર્જના મોત બાદ અમેરિકામાં  Black Lives Matter મુહિમ શરૂ કરવામાં આવી છે. આ મુહિમના સમર્થનમાં ન્યૂયોર્ક અને લોસ એન્જેલસના રસ્તાઓ પર ઉતરીને લોકો જોર્જ માટે ન્યાય માગી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે અમેરિકી પોલીસ અધિકારી ડેરેક ચૌવિન પર જોર્જની હત્યાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો જેમાં એક અશ્વિત વ્યક્તિના ગળાને એક પોલીસકર્મીએ પોતાના ઘુટણથી નીચે દબાવ્યું હતું. વીડિયોમાં જોર્જ પોલીસકર્મીને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની વાત કહી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ 4 પોલીસકર્મીને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા અને તપાસની જાહેરાત કરવામાં આવી છે. 

આ દેશની સ્થિતિ વધુ ખરાબ, હવે પ્રધાનમંત્રી અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

ટ્વીટરે શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટ પર વોર્નિંગ લગાવી હતી. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં મિનિયાપોલિસની ઘટનાને લઈને કોમેન્ટ કરી હતી. જેના પર ટ્વીટરે પગલા ભરતા ટ્રમ્પના ટ્વીટ પર વોર્નિંગ લગાવતા રિટ્વીટ અને કોમેન્ટ સેક્શનને બંધ કરી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More