Home> World
Advertisement
Prev
Next

સુલેમાનીના મોત બાદ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ, સોશિયલ મીડિયા પર ‘World War 3’ની શરૂ થઈ ચર્ચા

વ્હાઇટ હાઉસ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો છે. કાસિમ ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફોર્સમના પ્રમુખ હતા. 

 સુલેમાનીના મોત બાદ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ, સોશિયલ મીડિયા પર ‘World War 3’ની શરૂ થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ઇરાનમાં થયેલી અમેરિકાની કાર્યવાહી બાદ શુક્રવારથી વિશ્વભરમાં 'વર્લ્ડ વોર 3' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. અમેરિકાની એરસ્ટ્રાઇકમાં ઈરાનની વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મોત થયા હતા. તેના થોડા કલાકો બાદ લોકોએ ગૂગલ અને અન્ય સોશિયલ સાઇટ્સ પર ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ગૂગલ પર ‘World War 3’ના સર્ચિંગમાં અચાનક વધારો થયો હતો. તો ઈરાન શબ્દ 10 લાખ કરતા વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે. બીજીતરફ ટ્વીટર પર #ઈરાન,  #worldwar3 અને #WWIII જેવા હેશટેગ ટ્રેન્ડ કરી કર્યાં છે. 

fallbacks

વ્હાઇટ હાઉસ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો છે. કાસિમ ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફોર્સમના પ્રમુખ હતા અને મધ્યપૂર્વમાં અમેરિકાના અધિકારી અને ઇરાકમાં સૈનિકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. કાસિમ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લા ખમેનેઈની ખુબ નજીક હતા. 

 

હકીકતમાં, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાની સેનાના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અને ઇરાકી મલેશિયા કમાન્ડર અબૂ મેહદી અલ-મુહાન્દિસ માર્યા ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર ઇરાકે બગદાદ એરપોર્ટ પર હવાઈ હુમલામાં સુલેમાની માર્યા ગયાની ખાતરી પેન્ટાગન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 52.7 હજાર ટ્વીટની સાથે  ‘worldwar3’ ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. જ્યારે ઈરાને લીને લઈને બદલાની વાત કરતા #WWIII પણ ટ્રેન્ડમાં આવી ગયું હતું. 

જાણો કોણ છે ઈરાનની સુલેમાની, જેનાથી ડરતા હતા અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાયલ   

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો દેશના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More