Home> World
Advertisement
Prev
Next

ભારતીય વિદ્યાર્થીએ બનાવી સ્પેસ રોવરની ડિઝાઇન, નાસાએ આપ્યા બે એવોર્ડ

પંજાબ અને તમિલનાડુના બે ભારતીય વિદ્યાર્થી ગ્રુપે નાસા 2022 હ્યૂમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ નામની સ્પર્ધામાં જીત હાસિલ કરી છે.

ભારતીય વિદ્યાર્થીએ બનાવી સ્પેસ રોવરની ડિઝાઇન, નાસાએ આપ્યા બે એવોર્ડ

વોશિંગટનઃ અંતરિક્ષ વિજ્ઞાનમાં ફરી ભારતના ભારતીય વિદ્યાર્થીઓએ કમાલ કર્યો છે. પંજાબ અને તમિલનાડુના બે વિદ્યાર્થી સમૂહે 'નાસા 2022 હ્યૂમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ' નામની સ્પર્ધામાં જીત હાસિલ કરી છે. એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. 

fallbacks

સ્પેસ રોવરની ડિઝાઈન તૈયાર કરી
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) એ 29 એપ્રિલે એક ઓનલાઇન પુરસ્કાર સમારોહની જાહેરાત કરી હતી. આ સ્પર્ધામાં 58 કોલેજ અને 33 હાઈસ્કૂલની 91 ટીમોએ ભાગ લીધો હતો. 

આ વખતે અમેરિકી અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ગ્રુપને એક નામવચલિત રોવરની ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું હતું. જે સૌર તંત્રમાં મળતી ચટ્ટાની પિંડ (રોકી બોડી) સુધી પહોંચી શકે. 

આ પણ વાંચોઃ પીએમ મોદીએ બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ, જાણો મોટી વાતો

પ્રાપ્ત વિગત અનુસાર પંજાબના ડિસેન્ટ ચિલ્ડ્રન મોડલ પ્રેસીડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓએ હાઈ સ્કૂલ ડિવીઝનમાં એસટીઈએમ એન્ગેજમેન્ટ પુરસ્કાર જીત્યો છે. તમિલનાડુના વેલ્લોર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીની ટીમને સોશિયલ મીડિયા એવોર્ડમાં કોલેજ-વિશ્વવિદ્યાલય શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More