Home> World
Advertisement
Prev
Next

વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબાર, 2 ઇઝરાયલી નાગરિકોના મોત, હુમલાખોરે કહ્યું- 'ફ્રી પેલેસ્ટાઇન'

Washington Shooting: અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબાર થયો છે, જેમાં બે ઇઝરાયલી નાગરિકોના મોત થયાના અહેવાલ છે.

 વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબાર, 2 ઇઝરાયલી નાગરિકોના મોત, હુમલાખોરે કહ્યું- 'ફ્રી પેલેસ્ટાઇન'

Washington Shooting: અમેરિકાના વોશિંગટન ડીસીમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. વોશિંગટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબારી થઈ છે. પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી છે. તેની ધરપકડ દરમિયાન ફિલિસ્તીનને લઈને નારા લગાવ્યા હતા. આ મામલા પર ઇઝરાયલ દૂતાવાસની પ્રતિક્રિયા સામે આવી છે. તે પ્રમાણે ગોળીબારીમાં દૂતાવાસના બે અધિકારીઓના મોત થયા છે.

fallbacks

ન્યૂઝ એજન્સી બીએનઓ પ્રમાણે વોશિંગટન ડીસીમાં ભીષણ ગોળીબારી થઈ છે. આ ઘટના રાત્રે આશરે 9.15 કલાકની છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં એક મહિલા અને એક પુરૂષના મોતના સમાચાર છે. હુમલામાં માર્યા ગયેલા બંને લોકો ઇઝરાયલી રાજદ્વારી હતા.

રાજદૂત ડૈની ડેનને આપી પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડૈની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યુ- 'ઘાતક ગોળીબારીમાં ઇઝરાયલી દૂતાવાસના કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે.' ડેનને તેને યહૂદી વિરોધી આતંકવાદનું ધૃણિત કૃત્ય ગણાવ્યું છે. આ મામલામાં એટોર્ની જનરલ પામેલા બોંડીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ શેર કરતા દુખ વ્યક્ત કર્યું છે.

ઇઝરાયલી દૂતાવાસે તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો
"વોશિંગ્ટનમાં કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી," વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને X પર લખ્યું. અમને સ્થાનિક અને સંઘીય સ્તરે કાયદા અમલીકરણ અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયોનું રક્ષણ કરશે."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More