Home> World
Advertisement
Prev
Next

ઉદયપુરની ઘટના પર ભડક્યા ડચ સાંસદ, કહ્યું- 'જેહાદીઓથી હિન્દુત્વને બચાવો'

ઉદયપુરમાં કન્હૈયાલાલની ધોળે દિવસે તાલિબાન સ્ટાઈલમાં કરાયેલી નિર્મમ હત્યાથી માત્ર દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિરોધ શરૂ થયો છે.

ઉદયપુરની ઘટના પર ભડક્યા ડચ સાંસદ, કહ્યું- 'જેહાદીઓથી હિન્દુત્વને બચાવો'

ઉદયપુરમાં કન્હૈયાલાલની ધોળે દિવસે તાલિબાન સ્ટાઈલમાં કરાયેલી નિર્મમ હત્યાથી માત્ર દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિરોધ શરૂ થયો છે. નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે આકરા શબ્દો આ ઘટનાની ટીકા કરી છે. અત્રે જણાવવાનું કે જે સમયે દુનિયાભરના દેશ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી રહ્યા હતા ત્યારે ગિર્ટે નુપુરના સમર્થનમાં પોસ્ટ કરી હતી. હવે તેમણે કહ્યું કે કટ્ટરવાદ, આતંકવાદ અને જેહાદીઓથી હિન્દુત્વને બચાવવું જરૂરી છે. 

fallbacks

ઉદયપુરની ઘટના બાદ એક ટ્વીટમાં ગિર્ટ વિલ્ડર્સે કહ્યું કે 'ભારત, હું તમને એક મિત્ર માનીને કહી રહ્યો છું, અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરી દો. જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે હિન્દુત્વની રક્ષા કરો. ઈસ્લામના તૃષ્ટિકરણ ન કરો નહીં તો તેની કિંમત ચૂકવવી પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સો ટકા રક્ષા કરે.'

અત્રે જણાવવાનું કે ગિર્ટ વિલ્ડર્સે નુપુર શર્માના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે આ ખુબ હાસ્યાસ્પદ છે કે જ્યારે નુપુર શર્માએ સાચુ કહ્યું તો અરબ અને ઈસ્લામિક દેશો ભડકેલા છે. 

કોણ છે ગિર્ટ વિલ્ડર્સ
ગિર્ટ નેધરલેન્ડના એક દક્ષિણપંથી નેતા છે અને પાર્ટી ફોર ફ્રિડમના સંસ્થાપક છે. તેઓ હાલ સાંસદ છે. છાશવારે ઈસ્લામની આલોચના કરે છે. તેમને અનેકવાર ધમકીઓ પણ મળી ચૂકી છે. તેમણે પોતાના દેશમાં મસ્જિદો બંધ કરાવવાની પણ માંગણી કરી હતી. ગિર્ટના આલોચક તેમને નેધરલેન્ડના ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. તેમના આક્રમક ટ્વિટ્સના કારણે ટ્વિટરે અસ્થાયી રીતે તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યું હતું. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More