Home> World
Advertisement
Prev
Next

Corona Vaccine: હવે તો કોરોના ગયો જ સમજો!, આ દેશે એક વિશિષ્ટ પ્રકારની રસીને આપી મંજૂરી, જાણો વિગતો

ડ્રગ રેગ્યુલેટરી બોર્ડ એમએચઆરએએ કહ્યું કે તેમણે કોરોના વાયરસ વિરુદ્ધ મોડર્ન રસીને મંજૂરી આપી કારણ કે તે સુરક્ષા, ગુણવત્તા અને પ્રભાવશીલતાના માપદંડો પર ખરી ઉતરી છે. MHRA ના ચીફ એક્ઝિક્યુટીવ ડો.જે રાઈને કહ્યું કે તેમને નવા બુસ્ટર રસીને મંજૂરી આપવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે જે ક્લિનિકલ ટ્રાયલમાં ઓમિક્રોનની સાથે જ 2020ના મૂળ સ્વરૂપ વિરુદ્ધ કારગર જણાઈ આવી. 

Corona Vaccine: હવે તો કોરોના ગયો જ સમજો!, આ દેશે એક વિશિષ્ટ પ્રકારની રસીને આપી મંજૂરી, જાણો વિગતો

Covid-19 Vaccine: બ્રિટને કોવિડ-19 વિરુદ્ધ એક એવી બુસ્ટર રસીને મંજૂરી આપી છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઓરિજિનલ કોરોના વાયરસ અને ઓમિક્રોન બંને વેરિએન્ટ વિરુદ્ધ કારગર છે. આ સાથે જ બ્રિટન આ પ્રકારની રસીને મંજૂરી આપનારો પહેલવહેલો દેશ બન્યો છે. દેશના હેલ્થ ઓફિસર્સે આ જાણકારી સોમવારે આપી. 

fallbacks

મોડર્ન રસીને મળી મંજૂરી
ડ્રગ રેગ્યુલેટરી બોર્ડ એમએચઆરએએ કહ્યું કે તેમણે કોરોના વાયરસ વિરુદ્ધ મોડર્ન રસીને મંજૂરી આપી કારણ કે તે સુરક્ષા, ગુણવત્તા અને પ્રભાવશીલતાના માપદંડો પર ખરી ઉતરી છે. રેગ્યુલેટરી બોડીએ કહ્યું કે બુસ્ટર રસી સ્પાઈકવેક્સ બાઈવેલેન્ટ ઓરિજિનલ/ઓમિક્રોનના દરેક ડોઝનો અડધો હિસ્સો (25 માઈક્રોગ્રામ) ઓરિજિનલ જ્યારે બીજો અડધો હિસ્સો ઓમિક્રોનને ટાર્ગેટ કરે છે. 

MHRA ના ચીફ એક્ઝિક્યુટીવ ડો.જે રાઈને કહ્યું કે તેમને નવા બુસ્ટર રસીને મંજૂરી આપવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે જે ક્લિનિકલ ટ્રાયલમાં ઓમિક્રોનની સાથે જ 2020ના મૂળ સ્વરૂપ વિરુદ્ધ કારગર જણાઈ આવી. 

બીમારીથી બચશે લોકો
તેમણે કહ્યું કે બ્રિટનમાં ઉપયોગમાં લેવાઈ રહેલી રસીની પહેલી પેઢી બીમારી વિરુદ્ધ મહત્વની સુરક્ષા પ્રદાન કરે છે અને લોકોના જીવનને બચાવે છે. તેમણે કહ્યું કે વારસના બે સ્વરૂપો વિરુદ્ધ કામ કરતી આ રસીથી લોકોને બીમારીથી બચવામાં મદદ મળવાની પૂરી આશા છે કારણ કે વાયરસનું સ્વરૂપ બદલાવવાનું સતત ચાલુ છે. 

રેગ્યુલેટરી બોડીએ કહ્યું કે પુરાવાની સાવધાનીપૂર્વક સમીક્ષા કરાયા બાદ એક્સપર્ટ સાયન્ટિફિક એડવાઈઝરી બોડી અને હ્યુમન મેડિકલ કમિશને બ્રિટનમાં આ બુસ્ટર રસીને મંજૂરી આપવાના નિર્ણયનું સમર્થન કર્યું. આ સાથે જ રેગ્યુલેટરી બોડીએ એમ પણ કહ્યું કે તેમનો નિર્ણય ક્લીનિકલ ટ્રાયલના આંકડા પર આધારિત છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે બુસ્ટર મોડર્ન રસી ઓમિક્રોનની સાથે જ 2020ના મૂળ સ્વરૂપ વિરુદ્ધ પણ કારગર જણાઈ. આ ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ.4 અને બીએ.5 વિરુદ્ધ પણ તે કેટલીક હદે કારગર જણાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More