Home> World
Advertisement
Prev
Next

UK: કોરોનાકાળમાં ચુંબન ભારે પડી ગયું, આખરે સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, Video થયો હતો વાયરલ

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના પર આરોપ હતો કે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં તેમની સાથે કામ કરતી એક સહકર્મીને કિસ કરી હતી. 

UK: કોરોનાકાળમાં ચુંબન ભારે પડી ગયું, આખરે સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, Video થયો હતો વાયરલ

લંડન: બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના પર આરોપ હતો કે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં તેમની સાથે કામ કરતી એક સહકર્મીને કિસ કરી હતી. 

fallbacks

પ્રધાનમંત્રીએ સોંપ્યું રાજીનામું
પ્રધાનમંત્રીને લખેલા પોતાના રાજીનામામાં 42 વર્ષના મેટ હેનકોકે કહ્યું કે આપણે મહામારી સામે લડવામાં માટે એક દેશ તરીકે ખુબ મહેનત કરી છે. આ મહમારીમાં લોકોએ જેટલા બલિદાન આપ્યા છે, તેને જોતા આપણે કઈ ખોટું કરીએ તો આપણી જવાબદારી બને છે કે આપણે તેમની સાથે પ્રમાણિક રહીએ. તેમણે કોરોનાના' દિશાનિર્દેશોના ભંગ' બદલ માફી પણ માંગી. 

તસવીર આવી હતી સામે
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોક સીસીટીવી ફૂટેજમાં મહિલા સહકર્મી ગીના કોલાડંગેલોને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ખુબ હંગામો મચ્યો હતો. એવું કહેવાય છે કે આ તસવીર છ મેની હતી. હેનકોક પર કોરોના નિયમોના ભંગનો આરોપ લાગ્યો હતો. વિવાદ સામે આવ્યા બાદ બ્રિટનની બોરિસ જ્હોનસન સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. મેટના રાજીનામાનો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને સ્વીકાર પણ કરી લીધો છે. આ સાથે જ તેમણે કહ્યું કે માત્ર કોરોના મહામારીને પહોંચી વળવા માટે જ નહીં પરંતુ તે પહેલા પણ તમે જે કઈ મેળવ્યું છે તેના પર તમારે ગર્વ સાથે પદ છોડવું જોઈએ. 

Coronavirus નો એવો તે ડર પેસી ગયો...મહિલાએ 5 વર્ષની દીકરી પર ચાકૂના 15 ઘા ઝીંક્યા, દર્દનાક મોત

ટેક્સપેયર્સ સાથે દગો-વિપક્ષી દળો
બીજી બાજુ તેમના રાજીનામાની સતત માંગણી કરતા વિરોધીઓનું કહેવું હતું કે સ્વાસથ્ય મંત્રી સાથે કામ કરનારાના ખાસ સંબંધ હોવા તે  ટેક્સપેયર્સ સાથે દગો છે. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડીને જનતા સાથે વિશ્વાસઘાત કરાયો છે. વિવાદ વધ્યા બાદ હેનકોકે એક રસીકરણ સેન્ટરની મુલાકાત પણ રદ કરી જેને લઈને તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો. 

Canada માં મળી 751 બેનામી કબરો, હત્યા કરીને શાળાના મેદાનમાં દફનાયા હોવાની આશંકા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More