Home> World
Advertisement
Prev
Next

PNB SCAM: ભાગેડુ Nirav Modi ના પ્રત્યાર્પણને મંજૂરી, હવે બ્રિટનથી લાવવામાં આવશે ભારત

પંજાબ નેશનલ બેંક કૌભાંડના (PNB Scam) મુખ્ય આરોપી ફરાર હીરાના વેપારી નીરવ મોદીને (Nirav Modi) લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં લંડનની અદાલત દ્વારા નીરવના પ્રત્યાર્પણની મંજૂરી બાદ યુનાઇટેડ કિંગડમના (UK) ગૃહમંત્રીએ પણ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે

PNB SCAM: ભાગેડુ Nirav Modi ના પ્રત્યાર્પણને મંજૂરી, હવે બ્રિટનથી લાવવામાં આવશે ભારત

લંડન: પંજાબ નેશનલ બેંક કૌભાંડના (PNB Scam) મુખ્ય આરોપી ફરાર હીરાના વેપારી નીરવ મોદીને (Nirav Modi) લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં લંડનની અદાલત દ્વારા નીરવના પ્રત્યાર્પણની મંજૂરી બાદ યુનાઇટેડ કિંગડમના (UK) ગૃહમંત્રીએ પણ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

fallbacks

હોમ ડિપાર્ટમેન્ટે ક્લિયર કરી ફાઈલ
કેન્દ્રીય તપાસ એજન્સીએ (CBI) શુક્રવારે કહ્યું, 'ઇંગ્લેન્ડની કોર્ટે સીબીઆઈની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે ગૃહ વિભાગ પ્રત્યાર્પણ અંગે નિર્ણય લેશે. આજે ગૃહ વિભાગે પ્રત્યાર્પણ ફાઇલ પણ ક્લિયર કરી દીધી છે. જોકે, નીરવ મોદી પાસે હજી હાઇકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે.

આ પણ વાંચો:- VIDEO: સરન્ડર કરવા તૈયાર હતો 13 વર્ષનો છોકરો, છતાં પોલીસે છાતીમાં ગોળી મારી

મુંબઇની આર્થર જેલમાં રહેશે નીરવ મોદી
ઉલ્લેખનીય છે કે, ભારત લાવવા પર નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે નીરવ મોદીને બેરેક નંબર -12 ના ત્રણ કોષોમાંથી એકમાં ખૂબ ઉંચી સુરક્ષા સાથે રાખવામાં આવશે. ત્રણેય રૂમમાં સુરક્ષા અને કડક દેખરેખ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2019 માં મહારાષ્ટ્રના જેલ વિભાગે કેન્દ્રને જેલની સ્થિતિ અને નીરવ મોદીને રાખવા માટેની સુવિધાઓ વિશે માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More