Home> World
Advertisement
Prev
Next

UK Visa Rules: બ્રિટને કડક કર્યા વિઝા નિયમો, ભારતીય છાત્રોને નહીં મળે આ લાભ

UK New Student Visa Rules:ગુજરાતીઓ માટે ટેન્શનના સમાચાર છે. દેશમાં માઈગ્રન્ટ્સની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે બ્રિટને કડક વિઝા નિયમો લાગુ કર્યા છે. જે બાદ બ્રિટન જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થશે.

UK Visa Rules: બ્રિટને કડક કર્યા વિઝા નિયમો, ભારતીય છાત્રોને નહીં મળે આ લાભ

UK New Student Visa Rules: ગુજરાતીઓ માટે ટેન્શનના સમાચાર છે. દેશમાં માઈગ્રન્ટ્સની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે બ્રિટને કડક વિઝા નિયમો લાગુ કર્યા છે. જે બાદ બ્રિટન જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થશે. આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2019થી બ્રિટન જનારા લોકોની સંખ્યામાં 930 ટકાથી વધુનો વધારો થયો છે. જેને પગલે સરકાર કડક બની છે. ભારતીય અને ગુજરાતી છાત્રો માટે યુકે એ ફેવરિટ સ્થળ છે. 

fallbacks

Student Visa rules: બ્રિટનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. સુનક સરકારના નવા નિર્ણયથી સ્ટુડન્ટ વિઝાના ઉપયોગ પર અંકુશ લાગશે. હકીકતમાં, દેશમાં વધતી જતી ઇમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રિત કરવા માટે, બ્રિટને કડક વિઝા નિયમો લાગુ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કડક વિઝા નિયમોના કારણે લાખો લોકોને અસર થશે અને બ્રિટન જનારા લોકોની સંખ્યામાં દર વર્ષે 1 લાખ 40 હજારથી વધુનો ઘટાડો થશે.

બ્રિટિશ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિઝા નિયમોને કડક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટનમાં પ્રવેશ મેળવવા પાછળના દરવાજા તરીકે વિદ્યાર્થી વિઝાના ઉપયોગને રોકવાનો છે. બ્રિટનમાં, આ વિઝા નિયમો ગયા વર્ષે મે મહિનામાં તત્કાલિન ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને રજૂ કર્યા હતા. સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો, 2019 થી, બ્રિટન જનારા લોકોની સંખ્યામાં 930 ટકાથી વધુનો વધારો થયો છે.

ભારતીય છાત્રોને નહીં મળે લાભ
બ્રિટનમાં નવા વિઝા નિયમો લાગુ થવાને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ તેમના કોઈપણ આશ્રિતોને લઈ જઈ શકશે નહીં. આવી સ્થિતિમાં આ વર્ષે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને સાથે લઈ જઈ શકશે નહીં.

આ વિદ્યાર્થીઓને થશે લાભ
ખાસ વાત એ છે કે આ વિઝા નિયમો તમામ ભારતીય વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં, જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસ માટે, સંશોધન અભ્યાસક્રમો માટે અથવા સરકારી ભંડોળ હેઠળની શિષ્યવૃત્તિ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે, તે ભારતીય વિદ્યાર્થીઓએ તેમના પરિવારના સભ્યોને સાથે લાવવાની છૂટ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More