Home> World
Advertisement
Prev
Next

UK News: લંડનમાં ઉઘાડી તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા

London Talwar Attack: લંડનમાં એક વ્યક્તિએ તલવાર વડે લોકો પર હુમલો કરી દીધો છે. આ હુમલામાં એક છોકરાનું મોત થયું છે, જ્યારે 4 લોકોને ઇજા પહોંચી છે. 

UK News: લંડનમાં ઉઘાડી તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા

UK News in Gujarati: ફ્રાંસ સહિત ઘણા યૂરોપીય દેશોમાં લોન વુલ્ફ એટેકના મામલા તો મોટાભાગે ચર્ચામાં રહે છે. મંગળવારે તેનો શિકાર બ્રિટન પણ થઇ ગયું. એક હુમલાવરે તલવાર વડે હુમલો કરીને 4 લોકોને ઘાયલ કરી દીધા, જ્યારે 13 વર્ષના એક છોકરાની હત્યા કરી દીધી. ગંભીર રૂપથી ઘાયલ થનાર 2 પોલીસકર્મી પણ સામેલ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હુમલાવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે પૂછપરછ કરી ઘટનાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

fallbacks

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયા

મંગળવારે ઉત્તર પૂર્વ લંડનના હેનોલ્ટમાં બની ઘટના
લંડન પોલીસના અનુસાર લોન વુલ્ફ એટેકની ઘટના મંગળવારે ઉત્તર પૂર્વ લંડનના હેનોલ્ટમાં થઇ. પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્નરે જણાવ્યું કે નાગરિકો અને પોલીસ અધિકારીઓ પર હુમલાના આરોપમાં તલવાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હુમલામાં 13 વર્ષીય છોકરાનું મોત નિપજ્યું છે. 

તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર

ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્નરે જણાવ્યું કે અમને સવારે 7 વાગ્યા પહેલાં ફોન કરવામાં આવ્યો કે થર્લો ગાર્ડન વિસ્તારમાં એક મકાનમાં વાહન ઘુસી ગયું છે. એવા અહેવાલો હતા કે લોકોને છરીઓ મારવામાં આવી હતી. આ પછી પોલીસ અને અન્ય ઈમરજન્સી સેવાઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. જે બાદ એક વ્યક્તિ (36)ની તલવાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી નથી.

શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ

તલવાર વડે લોકો પર હુમલા, એકનું મોત
લોકો પર તલવાર વડે હુમલાની ઘટના ચકાસ્યા વિનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ તલવાર લઇને હેનોલ્ટમાં સ્થાન પાસે ઘરોની તરફ આવતો જોવા મળે છે. જો આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ આ સ્પષ્ટ નથી કે આજે સવારે હુમલો ખરેખર ક્યાં થયો. ટ્રાંસપોર્ટ ફોર લંડનના અનુસાર ક્ષેત્રમાં પોલીસ તપાસના કારણે હેનોલ્ટ ભૂમિગત સ્ટેશનને બંધ કરી દીધું. 

Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા

લંડનના મેયર સાદિક ખાને બીબીસીને કહ્યું: 'આજે સવારે હેનોલ્ટના સમાચારથી હું એકદમ વ્યથિત છું. હું પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છું. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે.

Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

પીએમ સુનકે આ ઘટના પર આપી પ્રતિક્રિયા
પીએમ ઋષિ સુનકે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા X પર લખ્યું, 'હું ઇમરજન્સી સેવાઓનો તેમના સતત પ્રતિસાદ માટે આભાર માનું છું. અમારી શેરીઓમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. હું અમારી ઇમરજન્સી ટીમોને તેમના તાત્કાલિક પ્રતિસાદ માટે પણ આભાર માનું છું, જેમણે જબરદસ્ત બહાદુરી સાથે કામ કર્યું.

LUX ની નવી BRAND AMBASSADOR બની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ
T20 WC: આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More