Home> World
Advertisement
Prev
Next

Boris Johnson Resigns: બોરિસ જોનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામુ, દેશના નામે સંબોધનમાં કરી જાહેરાત

Boris Johnson Resigns: બોરિસ જોનસનના રાજીનામાની ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવી ગયો છે. જોનસને બ્રિટનના પીએમ પદેથી રાજીનામુ આપી દીધુ છે. 

Boris Johnson Resigns: બોરિસ જોનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામુ, દેશના નામે સંબોધનમાં કરી જાહેરાત

લંડનઃ બોરિસન જોનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. દેશના નામે સંબોધનમાં જોનસને આ જાહેરાત કરી છે. જોનસને કહ્યુ કે તેમની કંઝર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે. દેશને સંબોધતા તેમણે કહ્યું- મને મારી સિદ્ધિઓ પર ગર્વ છે. નવા નેતા ચૂંટાયા સુધી તે આ પદ પર રહેશે. દેશને સંબોધિત કરતા જોનસને કહ્યુ કે, તે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પદ છોડીને ઉદાસ છે. તે નવા નેતાને યથાસંભવ સમર્થન આપશે.

fallbacks

કંઝર્વેટિવ પાર્ટીના એક સંમેલનમાં નેતાની ચૂંટણી થશે. પાર્ટીનું સંમેલન ઓક્ટોબરમાં થવાનો કાર્યક્રમ છે. ઘણા દિવસથી ચાલેલા રાજકીય ઘટનાક્રમ બાદ જોનસને આ પગલું ભર્યું છે. જોનસનના મંત્રીમંડળના ઘણા સભ્યો મંગળવારે રાજીનામુ આપી ચુક્યા છે. 

નોંધનીય છે કે બોરિસ જોનસનને ત્યારે ઝટકો લાગ્યો હતો, જ્યારે નાણામંત્રી ઋષિ સુનલ અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે મંગળવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે તેને પ્રધાનમંત્રીના નેતૃત્વ પર વિશ્વાસ નથી અને તે કૌભાંડોમાં ઘેરાયેલી સરકાર માટે કામ કરવા ઈચ્છતા નથી.

પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક સાજિદ જાવિદ અને ભારતવંશી બ્રિટિશ મંત્રી સુનકે મંગળવારે થોડી મિનિટના અંતરે ટ્વિટર પર પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. બંને નેતાઓ બાદ અનેક મંત્રીઓ અને સહયોગીઓએ જોનસનનો સાથ છોડી દીધો હતો.

અત્રે જણાવવાનું કે બોરિસ જ્હોન્સન વિરુદ્ધ તેમની જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવો જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં 41 મંત્રી રાજીનામા આપી ચૂક્યા છે. એક પછી એક ઢગલો રાજીનામા પડ્યા બાદ તેમના પર રાજીનામું આપવા માટે દબાણ વધી ગયું હતું. વિપક્ષી લેબર પાર્ટી પણ તેમના રાજીનામાની માંગણી કરી રહી હતી. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More