મોસ્કોઃ યુક્રેને બેલારુસમાં મંત્રણાની ઓફર નકારી કાઢ્યા બાદ રશિયા ભડકી ગયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કિવ દ્વારા બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યા પછી રશિયન સૈન્યને યુક્રેનમાં "તમામ દિશાઓથી" આક્રમણ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચારે બાજુથી હુમલો કરશે રશિયા
રશિયન સેનાના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુક્રેનિયન પક્ષ દ્વારા વાતચીત પ્રક્રિયાને નકારી કાઢ્યા પછી, આજે તમામ એકમોને ઓપરેશનની યોજનાઓ અનુસાર તમામ દિશાઓથી હુમલાને વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો."
યુક્રેને નકારી કાઢ્યો રશિયાનો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે શુક્રવારે રશિયાએ યુક્રેનને વાતચીતનો પ્રસ્તાવ આપ્યો હતો. તે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રશિયન પ્રતિનિધિમંડળ બેલારુસ મોકલવામાં આવશે. પરંતુ હવે રશિયન સંરક્ષણ મંત્રાલય દાવો કરી રહ્યું છે કે યુક્રેને તે પ્રસ્તાવને ફગાવી દીધો છે.
મહત્વપૂર્ણ છે રવિવારનો દિવસ
હાલમાં, રશિયન સૈનિકો યુક્રેન પર જોરદાર હુમલો કરી રહ્યા છે, હવે તેઓ વધુ ઝડપી અને ખતરનાક રીતે હુમલો કરશે. સંરક્ષણ નિષ્ણાતો કહી રહ્યા છે કે એવામાં રવિવાર યુક્રેન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શનિવારે, રશિયન સેનાએ યુક્રેન પર ઘણા બોમ્બ ફેંક્યા હતા, ત્યાં બેથી ત્રણ ભયાનક વિસ્ફોટ થયા હતા, હવે આ જાહેરાત બાદ પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે