Home> World
Advertisement
Prev
Next

Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં, ભારત વોટિંગથી રહ્યું દૂર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફથી એકવાર ફરી યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી જંગને તત્કાલ ખતમ કરવાની વાત કહેવામાં આવી.
 

Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં, ભારત વોટિંગથી રહ્યું દૂર

ન્યૂયોર્કઃ યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે, હવે આ જંગને આશરે 1 મહિનો થવાનો છે. આ વચ્ચે રશિયા પર દબાવ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને સહયોગી દેશોએ માનવીય સંકટની સ્થિતિ પર રશિયાની વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો. જેમાં તમામ સભ્ય દેશોએ વોટિંગ કર્યું, પરંતુ ભારત એકવાર ફરી દૂર રહ્યું હતું. 

fallbacks

પ્રસ્તાવ ન થઈ શક્યો પાસ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફથી એકવાર ફરી યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી જંગને તત્કાલ ખતમ કરવાની વાત કહેવામાં આવી. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં રાખવામાં આવેલા પ્રસ્તાવ બાદ મોટાભાગના દેશોએ રશિયા વિરુદ્ધ વોટ કર્યો, સાથે યુક્રેન પર હુમલાનો પણ વિરોધ કર્યો હતો. પરંતુ ભારત સિવાય અન્ય દેશો પણ રહ્યાં, જે આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યાં હતા. કુલ 38 દેશો એવા હતા, જેણે આ પ્રસ્તાવ પર વોટિંગમાં ભાગ લીધો નહીં. તો 140 દેશોએ પ્રસ્તાવના પક્ષમાં વોટ કર્યો, પ્રસ્તાવ વિરુદ્ધ વોટ કરવાવાળા 5 દેશ હતા. 

સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોની મહાસભાએ યુક્રેન પર પોતાનું 11મું ઇમરજન્સી વિશેષ સત્ર ફરી શરૂ કર્યું અને યુક્રેન અને તેના સહયોગી વશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણના માનવીય પરિણામના ડ્રાફ્ટ પ્રસ્તાવ પર વોટિંગ કર્યું. પરંતુ યુએનએસસીનો આ પ્રસ્તાવ પાસ થવામાં નિષ્ફળ રહ્યો, કારણ કે તેને જરૂરી 9 મત મળી શક્યા નહીં. મહત્વનું છે કે યુક્રેનમાં રશિયા આક્રમણ પર ભારત આ પહેલાં, સુરક્ષા પરિષદમાં બે વખત અને મહાસભામાં એકવાર પ્રસ્તાવો પર મતદાનમાં ગેરહાજર રહ્યું હતું. 

આ પણ વાંચોઃ અમે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ફસાઈ ગયા છીએ, ઝેલેન્સ્કીએ ફરી નાટો પાસે માંગી મદદ

ભારતે આ પ્રસ્વાત પર વોટિંગથી દૂર રહેવાને લઈને જવાબ પણ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ જણાવ્યુ કે, ભારત આ પ્રસ્તાથી એટલા માટે દૂર રહ્યુ, કારણ કે આપણા દુશ્મની ખતમ કરવા અને માનવીય સહાયતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. આ પ્રસ્તાવ તે પડકારનો સામનો કરવા માટે અમારા વિચારથી મેળ ખાતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More