ન્યૂયોર્ક: ન્યૂયોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના પહેલા સંબોધન દરમિયાન પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું. તેમણે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને રાષ્ટ્રપતિ કહી દીધા. આ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં ખુબ થઈ રહી છે અને લોકો ઈમરાન ખાનને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
ટ્રમ્પનું ભેજુ ફેરવી નાખવા ઈમરાન ખાને લીધો 'કાળા જાદુ'નો સહારો? PAK મીડિયામાં ખુબ ચર્ચા
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ભારતવિરોધી નિવેદનો ચાલુ રાખ્યા હતાં. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાને લગભગ 50 મિનિટની પોતાની સ્પિચમાં પોતાના ભારતીય સમકક્ષને પ્રેસિડેન્ટ મોદી કહીને સંબોધ્યા હતાં.
જુઓ LIVE TV
હકીકતમાં ઈમરાન ખાન સાથે આવું પહેલીવાર બન્યું નથી. આ વર્ષની શરૂઆતમાં પણ ઈરાનના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને એક ખોટું નિવેદન આપી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે જર્મની અને જાપાને વ્યાપાર સંબંધોને વધારવા માટે એક સરહદ શેર કરી જ્યારે વાસ્તવમાં જર્મની અને ફ્રાન્સના સીમા વિસ્તારનો ઉલ્લેખ કરવા માંગતા હતાં. તેમની આ ટિપ્પણીને પણ સોશિયલ મીડિયામાં ખુબ આકરી પ્રતિક્રિયા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે