Home> World
Advertisement
Prev
Next

Corona Virus: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન બન્યા કોરોનાનો શિકાર, પોઝિટિવ આવ્યો રિપોર્ટ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના વાયરસનો રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે.

 Corona Virus: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન બન્યા કોરોનાનો શિકાર, પોઝિટિવ આવ્યો રિપોર્ટ

લંડનઃ વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે બ્રિટનથી મહત્વના સમાચાર આવી રહ્યાં છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના વાયરસનો રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે. આ પહેલા બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

fallbacks

બ્રિટિશ પીએમે કરેલા પોતાના ટ્વીટમાં કહ્યું, 'છેલ્લા 24 કલાકમાં મારામાં કોરોનાના લક્ષણ વિકસિત થયા. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું પરંતુ વીડિયો કોન્ફરન્સથી કામ કરતો રહીશ. આપણે કોરોના વિરુદ્ધ લડાઈ જારી રાખવાની છે.'

બ્રિટનમાં પણ કોરોના વાયરસનો કહેર જારી છે. બ્રિટનમાં પાછલા ગુરૂવારથી કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લૉકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજારો લોકો લૉકડાઉનનું પાલન કરી રહ્યાં નથી. તેથી સરકાર આકરા પગલાં ભરી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More