Home> World
Advertisement
Prev
Next

અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને નકાર્યો, પરમાણુ હથિયારમાં વધારો કરશે યૂએસ!

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  (National Security Adviser) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે. 

  અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને નકાર્યો, પરમાણુ હથિયારમાં વધારો કરશે યૂએસ!

વોશિંગટનઃ અમેરિકા  (United Stated of America)એ રશિયાના તે પ્રસ્તાવને નકારી દીધો છે, જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારો (Nuclear Warhead)ને ન વધારવાની સંધિ છે. આ સંધિ થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, દુનિયાના બંન્ને સુપર પાવર્સ વચ્ચે પરમાણુ હથિયારો  (Nuclear Weapons)ને વધારવાની હોડ મચી શકે છે. 

fallbacks

ખુદ રશિયા તરફથી આવ્યો હતો પ્રસ્તાવ
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  (National Security Adviser) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે. ઓ બ્રાયને કહ્યુ કે, અમેરિકા પરમાણુ હથિયારો પર કડકાઇથી  પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. 

ન્યૂ સ્ટાર્સ સમજુતી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થશે સમાપ્ત
આગામી વર્ષે ફેબ્રુઆરીમાં  New START (Strategic Arms Reduction Treaty) સમાપ્ત થવાની છે, જેના પર વર્ષ 2010મા સમજુતી થઈ હતી. 

આ હોટ ડોક્ટર પાસે સારવાર કરાવવા લોકો ખોટા ખોટા બીમાર પડે છે

રશિયાએ આપ્યો હતો વિના શરત સમજુતીનો પ્રસ્તાવ
રશિયાના વિદેશ મંત્રી લેવરોવ  (Russian Foreign Minister Lavrov)એ રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ આગળની વાતચીત પહેલા કોઈ પૂર્વ શરત રાખવા ઈચ્છતા નથી. જેથી ભવિષ્યની વાતચીતમાં કોઈ સમસ્યા ન આવે. 

અમેરિકી મધ્યસ્થે કર્યો હતો જેન્ટલમેન એગ્રીમેન્ટનો દાવો
અમેરિકા તરફથી પ્રસ્તાવને નકારતા પહેલા વાતચીતમાં સામેલ માર્શલ બિલિંગ્સલીએ કહ્યુ કે, બંન્ને દેશો જેન્ટલમેન એગ્રીમેન્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યારબાદ રશિયાએ તે કહીને શરતોમાં ફેરફાર કરવાની માગ કરી હતી કે સમજુતીના વિસ્તાર પહેલા હથિયારો પર પ્રતિબંધની પૂર્વ શરત હટાવવામાં આવે. આ મુદ્દા પર અમેરિકાએ પ્રસ્તાવથી હાથ પાછળ ખેંચી લીધા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More