Home> World
Advertisement
Prev
Next

કલમ 370 પર PAKને બેવડો ફટકો, UNSCએ 'ભાવ' ન આપ્યો, અમેરિકાએ પણ કરી દીધી સ્પષ્ટતા

જમ્મુ અને કાશ્મીરમાથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને એક પત્ર પણ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનને આ મામલે યુએનએસસી દ્વારા બરાબર ફટકો પડ્યો છે. UNSCએ પાકિસ્તાનના આ પત્ર પર હજુ સુધી  કોઈ કોમેન્ટ કરી નથી. UNSCના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના આ ઐતિહાસિક નિર્ણયને UNSCના પ્રસ્તાવનો ભંગ બતાવનારા પાકિસ્તાનના દાવા પર કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો છે. 

કલમ 370 પર PAKને બેવડો ફટકો, UNSCએ 'ભાવ' ન આપ્યો, અમેરિકાએ પણ કરી દીધી સ્પષ્ટતા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને એક પત્ર પણ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનને આ મામલે યુએનએસસી દ્વારા બરાબર ફટકો પડ્યો છે. UNSCએ પાકિસ્તાનના આ પત્ર પર હજુ સુધી  કોઈ કોમેન્ટ કરી નથી. UNSCના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના આ ઐતિહાસિક નિર્ણયને UNSCના પ્રસ્તાવનો ભંગ બતાવનારા પાકિસ્તાનના દાવા પર કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો છે. 

fallbacks

કલમ 370: ભારતને UNમાં લઈ જવાની ધમકી પાકિસ્તાનને જ ભારે પડી જશે, બનશે મોટી મુર્ખામી, જાણો કઈ રીતે 

આ સાથે અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દેતા હવે પાકિસ્તાનને બેવડો ફટકો પડ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે કાશ્મીર પર અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે મીડિયાના સવાલના જવાબ આપતા સ્પષ્ટતા કરી કે કાશ્મીર મામલે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. 

J&Kમાંથી કલમ 370 હટતા જ પાકિસ્તાન હવાતિયાં મારવા લાગ્યું, વિદેશ મંત્રી પહોંચ્યા ચીન 

તેમણે કહ્યું કે અમારા ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક મામલા છે. તેમણે એ પણ કહ્યું કે હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન કાન અમેરિકા આવ્યાં. પરંતુ તેઓ કાશ્મીર માટે નહતાં આવ્યાં. કાશ્મીર એક એવો મુદ્દો છે કે જેને અમે ખુબ નજીકથી જોઈ રહ્યાં છીએ. પરંતુ આ ઉપરાંત પણ અનેક એવા મુદ્દા છે કે જેના પર અમે ભારત અને પાકિસ્તાન સાથે ખુબ નજીકથી કામ કરી રહ્યાં છીએ. 

જુઓ LIVE TV

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું કે આવનારા કેટલાક દિવસોમાં અમેરિકી વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી ભૂટાન અને  ભારતનો પ્રવાસ કરશે. તેઓ આ દરમિયાન બંને દેશો સાથે અમેરિકાના સંબંધો વધુ સારા કરવા પર વાતચીત કરશે. અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરમાંથી ભારતે કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર અકળાયું છે. આ મામલો તે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ફિરાકમાં છે. ભારત તેના વલણ પર કાયમ છે કે કાશ્મીર તેનો આંતરિક મામલો છે. 

આજ કડીમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આજે ચીન ગયા છે. તેઓ ત્યાં ચીની નેતાઓને મળશે અને કાશ્મીર મામલે ભારતના નિર્ણય પર ચર્ચા કરશે. કહેવાય છે કે તેઓ કાશ્મીર મુદ્દે ચીન પાસે મદદ માંગવા ગયા છે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More