નવી દિલ્હી/વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકા હવે પાકિસ્તાનને ફક્ત 4.1 બિલિયન ડોલરની આર્થિક મદદ આપશે. મદદની રકમમાં 440 મિલિયન ડોલરનો કાપ મૂકાયો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ મદદ પાકિસ્તાનને ઈનહેન્સ્ડ પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (PEPA)2010 હેઠળ અપાઈ રહી છે. અત્રે જણાવવાનું કે અમેરિકી કોંગ્રેસે ઓક્ટોબર 2009માં PEPA એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. આ એગ્રીમેન્ટ હેઠળ અમેરિકાએ પાકિસ્તાનને 7.5 બિલિયન ડોલરની આર્થિક મદદ કરી હતી. આ વખતે મદદની રકમ 4.5 બિલિયન ડોલરની હતી. જેમાં 44 કરોડ ડોલરનો કાપ મૂકાયો.
હોંગકોંગમાં લાખો લોકો પર બર્બરતા આચરવાની તૈયારીમાં ચીન, સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત
આ અગાઉ સપ્ટેમ્બર 2018માં અમેરિકી સૈનિકો તરફથી પાકિસ્તાનને અપાનારી 300 મિલિયન ડોલરની મદદ કેન્સલ કરાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તે વખતે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદને રોકવામાં નિષ્ફળ ગયું છે. આથી આર્થિક મદદ રોકવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ 2018 જાન્યુઆરીમાં પેન્ટાગને પાકિસ્તાનને અપાતી 1 બિલિયન ડોલરની આર્થિક મદદ એટલા માટે રોકવાનો નિર્ણય લીધો કારણ કે પાકિસ્તાન હક્કાની નેટવર્ક પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યું હતું.
જુઓ LIVE TV
તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે પહોંચ્યા હતાં ત્યારે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા સાથે દગો કરી રહ્યું છે. એટલે સુધી કે તે અમેરિકી સરકારના આદેશોનું પાલન પણ કરતું નથી. આથી અમે 1.3 બિલિયન ડોલરની આર્થિક મદદ રોકવાની જાહેરાત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે