વોશિંગ્ટન: અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીની આખી તસવીર હજુ સ્પષ્ટ થઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે અનેક રાજ્યોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે અને અંતિમ પરિણામ કોઈના પણ પક્ષમાં જઈ શકે છે. જો કે પ્રારંભિક સ્તરે જે પણ પરિણામ સામે આવ્યા છે તેમા જો બાઈડેનને જબરદસ્ત લીડ મળી છે. સ્થાનિક મીડિયા મુજબ અત્યાર સુધી બિડેનને 264 ઈલેક્ટોરલ મત મળી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પના ખાતામાં 214 ઈલેક્ટોરલ મત ગયા છે.
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે ઉમેદવારના પક્ષમાં 270 ઈલેક્ટોરલ મત હોવા જરૂરી છે. બાઈડેને મિશિગનમાં પણ જીત મેળવી લીધી છે. આ જીત ખુબ મહત્વની છે. કારણ કે આ રાજ્યએ વર્ષ 2016માં ટ્રમ્પની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અમેરિકામાં મતગણના પર બબાલ, ટ્રમ્પ બોલ્યા- જ્યાં જીતી રહ્યાં હતા, ત્યાં પાછળ કેમ થઈ ગયા
અચાનક પાછળ કેમ?
આ બાજુ ટ્રમ્પે મતગણતરીમાં ગડબડીના આરોપ લગાવ્યા છે. તેમણે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા અને મિશિગનમાં ધાંધલીના આરોપમાં કેસ પણ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અનેક રાજ્યોમાં તેઓ આગળ હતા પરંતુ અચાનક પાછળ થઈ ગયા. જેનાથી ખબર પડે છે કે કઈક ને કઈક ગડબડ જરૂર છે. આ બધા પરિણામોને લઈને હિંસા ભડકી ઉઠવાની આશંકા જોતા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વ્હાઈટ હાઉસ સહિત પ્રમુખ વાણિજ્ય ક્ષેત્રો અને બજારોની સુરક્ષા વધારવામાં આવી છે.
લાંબી લડાઈ તરફ વધી US ચૂંટણી, ટકરાવ યથાવત રહેશે તો પરિણામ આવવામાં લાગી શકે છે વધુ સમય
જાદુઈ આંકડાથી દૂર નથી
રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સે કહ્યું કે તેમણે પોતાના ડેમોક્રેટિક હરિફ ઉમેદવાર મેન હાઉસના સ્પીકર સારા ગિદોનને હરાવ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ટ્રમ્પને વિસ્કોન્સિન, મિશિગન જેવા મહત્વના રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાઈડેન જાદુઈ આંકડાથી માત્ર 6 મત દૂર છે. આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન મેનેજર બિલ સ્ટીફેને કહ્યું કે વિસ્કોન્સિન કાઉન્ટીમાં અનિયમિતતાના અહેવાલો છે. જે પરિણામો અંગે ગંભીર શંકા પેદા કરે છે. રાષ્ટ્રપતિ પુન:મતદાનની અપીલ કરવાની સ્થિતિમાં છે અને અમે જલદી આ દિશામાં પગલું ભરીશું.
આ રાજ્યોને જીતીને 2016માં ટ્રંપે મેળવ્યું હતું રાષ્ટ્રપતિ પદ, આ વખતે આવી છે સ્થિતિ
સુપ્રીમ કોર્ટ જઈ શકે છે ટ્રમ્પ
આ અગાઉ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગઈ કાલે રાતે હું લગભગ તમામ ડેમોક્રેટિક પાર્ટી નિયંત્રિત રાજ્યોમાં આગળ હતો. અચાનક પછી સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક ખરાબ મતપત્રોની ગણતરી કેવી રીતે કરાઈ? આ સંપૂર્ણ રીતે ખોટું છે. હું જ્યાં કાલે જીતી રહ્યો હતો ત્યાં અચાનક પાછળ કેવી રીતે થઈ ગયો? તેમણે ચૂંટણીને અમેરિકાની જનતાની સાથે દગો ગણાવીને કહ્યું કે સ્પષ્ટ રીતે કહું તો અમે આ ચૂંટણી જીતી લીધી છે. ટ્રમ્પે કહ્યું કે મતોની ગણતરી રોકવા માટે તેઓ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે