Home> World
Advertisement
Prev
Next

US Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ

દુનિયાભરના લોકો આ સમયે અમેરિકાના રાષ્ટ્રપિત ચૂંટણી ના ફાઇનલ રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં છે. આમ તો રુઝાનને જોતા લાગી રહ્યું છે કે, જો બ્રિડેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની ખુબજ નજીક છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ જોવા મળી રહ્યાં છે

US Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ

નવી દિલ્હી: દુનિયાભરના લોકો આ સમયે અમેરિકાના રાષ્ટ્રપિત ચૂંટણી ના ફાઇનલ રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં છે. આમ તો રુઝાનને જોતા લાગી રહ્યું છે કે, જો બ્રિડેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની ખુબજ નજીક છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ જોવા મળી રહ્યાં છે અને કોર્ટ તરફ આગળ વધી રહ્યા છે. બિડેન જીત તરફ આગળ જોવા મળી રહ્યાં છે. એવામાં સવાલ ઉઠી રહ્યાં છે કે, જો બિડેન જીતને અમેરિકાના 46માં રાષ્ટ્રપિત બને છે તો ભારતીય ઉપમહાદ્વીપ પર શું પ્રભાવશ પડશ? રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના દોરમાં ભારત અને અમેરિકાના સંબંધ ઘણા સારા જોવા મળ્યા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બિડેનના રાષ્ટ્રપતિ બનાવાથી પાકિસ્તાનને ઘણી રાહત મળશે. ડોનાલ્ડ ટ્રમ્પથી પાકિસ્તાનની સરકાર નારાજ હતી કેમ કે, તેમને આર્થિક મદદ રોકવાની સાથે સાથે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને સતત ઠપકો આપ્યો. આ કારણથી ટ્રમ્પની સાથે પાકિસ્તાનના સંબંધ માત્ર સારા રહ્યાં નહીં પરંતુ બંને દેશ વચ્ચે અંતર વધ્યું.

fallbacks

આ પણ વાંચો:- ઉગ્રવાદી પર રોક લગાવવા આ દેશની મોટી જાહેરાત, 'કટ્ટરપંથી મસ્જિદો' પર લગાવ્યો પ્રતિબંધ

આ પૃષ્ઠભૂમિમાં કહેવામાં આવી રહ્યું છે કે, જો બિડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પાકિસ્તાનને રાહત મળી શકે છે, તેથી જ બિડેનની જીતમાં તેમને પોતાનું હિત જોવા મળી રહ્યું છે. તેનું ખાસ કારણ આપ છે:

બિડેનનો પાક સાથે જૂનો સંબંધ
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પણ ટ્રમ્પની જગ્યાએ જો બિડેનને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોવા ઇચ્છે છે. ડેમોક્રેટ ઉમેદવાર બિડેન એક જૂના રાજદ્વારી છે અને તેમનો પાકિસ્તાન સાથે જુનો સંબંધ છે. પાકિસ્તાન સાથે તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો છે અને તેથી તેઓ તેની વિરુદ્ધ કડક પગલાં ભરવાનું ટાળશે.

આ પણ વાંચો:- રશિયાથી આવ્યા મહત્વના સમાચાર, વ્લાદિમિર પુતિન છોડી શકે છે રાષ્ટ્રપતિ પદ, જાણો કારણ

બિડેનને આ સન્માન આપ્યું પાકિસ્તાને
જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાને જો બિડેનને વર્ષ 2008માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન હિલાલ-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા હતા. તે સમયે, બિડેનની સાથે જ સીનેટર રિચર્ડ લુગર પણ પાકિસ્તાનને 1.5 બિલિયન ડોલરની બિન સૈન્ય સહાયતા આપવાના પક્ષમાં હતા. લુગરના આ સમર્થનથી પ્રભાવિત થઇને પાકિસ્તાને તેમને પણ હિલાલ-એ-પાકિસ્તાન સન્માન આપ્યું હતું.

આ પણ વાંચો:- આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો

તે સમયે આસિફ અલી જરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા અને તેમણે પાકિસ્તાનને સતત સમર્થન માટે બિડેનનો આભાર માન્યો હતો. ભલે જરદારી હવે રાષ્ટ્રપતિની ખુરશી પર નથી, પરંતુ પાકિસ્તાનને આશા પૂરી થતી જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિશ્લેષકોને લાગે ચે કે, જો બિડેનના રાષ્ટ્રપિત બનતા જ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે કૂટનીતિનો જૂનો યુગ ફરી એકવાર પાછો આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More