Home> World
Advertisement
Prev
Next

Joe Biden Disease: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેનને થઈ ગઈ જીવલેણ બીમારી!

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે, જેનો ગ્લીસન સ્કોર 9 છે. ઓબામા, ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સહિત ઘણા વરિષ્ઠ અમેરિકન નેતાઓએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

Joe Biden Disease: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેનને થઈ ગઈ જીવલેણ બીમારી!

Joe Biden Disease: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યાલયે રવિવાર (18 મે) એ પુષ્ટિ કરી છે કે બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઈ ગયું છે. મેડિકલ ટેસ્ટ પ્રમાણે ડોક્ટરોને પહેલા એક નાની ગાંઠ મળી હતી, બાદમાં કેન્સરની પુષ્ટિ થઈ છે.

fallbacks

બાઇડેનના પ્રવક્તાએ જણાવ્યું કે તેમનું કેન્સર ગ્લેસન સ્કોર 9 (ગ્રેડ ગ્રુપ 5) નું છે, જેનો અર્થ આક્રમક કેન્સર છે. કેન્સર હાડકા સુધી ફેલાઈ ગયું છે, જેને મેડિકલ સાયન્સની ભાષામાં મેટાસ્ટેસિસ કહે છે, પરંતુ આ હોર્મોન-સંવેદનશીલ છે, જેનાથી પ્રભાવી સારવારની સંભાવના યથાવત છે. પરંતુ સ્થિતિ ગંભીર છે, પરંતુ સારવારના વિકલ્પ ઉપલબ્ધ છે અને બાઇડેન પરિવાર તેના પર વિચાર કરી રહ્યો છે.

અમેરિકાના નેતાઓએ કરી પ્રાર્થના
બાઇડેનના સ્વાસ્થ્યના સમાચાર પછી, ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન અમેરિકન નેતાઓએ તેમને ટેકો આપ્યો છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. બરાક ઓબામાએ કહ્યું કે મિશેલ અને હું બાઇડેન અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેલાનિયા અને હું જો અને તેમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું. અમે તેમની ઝડપી અને સફળ સારવારની ઇચ્છા રાખીએ છીએ. અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના મહિલા કમલા હેરિસે કહ્યું કે જો બાઇડેન એક યોદ્ધા છે. મને વિશ્વાસ છે કે તે પોતાની શક્તિ અને દૃઢ નિશ્ચયથી આ પડકારને પણ પાર કરશે.

આ પણ વાંચોઃ માટીમાં ભેરવાયો લશ્કરનો ખૂંખાર આતંકી સેફુલ્લાહ, ભારતમાં થયેલા 3 હુમલાનો માસ્ટરમાઈન્ડ

હિલેરી ક્લિન્ટન અને માર્કો રૂબિયોએ શું કહ્યું?
જો બાઇડેનની બીમારી વિશે જાણ્યા પછી અન્ય અમેરિકન નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી. આ અંગે હિલેરી ક્લિન્ટને કહ્યું કે હું બાઇડેન વિશે વિચારી રહી છું કારણ કે તે કેન્સર સામે લડી રહ્યા છે. બીજાઓના જીવ બચાવવા માટે તેણે જે પ્રયત્નો કર્યા, હવે તેને પોતાના માટે પણ એ જ શક્તિની જરૂર છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે જેનેટ અને હું આ મુશ્કેલ સમયમાં બાઇડેન પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

શું છે ગ્લેસન સ્કોર અને તેનો અર્થ?
ગ્લેસન સ્કોર 9/ગ્રેડ ગ્રુપ 5 એ પ્રોસ્ટેટ કેન્સરનું સૌથી ગંભીર સ્વરૂપ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે કેન્સરના કોષો ઝડપથી ફેલાઈ રહ્યા છે. જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. જોકે, હોર્મોન પ્રત્યે સંવેદનશીલ હોવાનો અર્થ એ છે કે તેને સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More