વોશિંગ્ટન : એક તરફ આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કરોડો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તો બીજી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. અમેરિકાના ન્યૂ ઓરલિએન્સમાં થયેલી એક સેક્સ પાર્ટી બાદ 41 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં થયેલી આ પાર્ટીના આયોજન પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
આ પ્રખ્યાત સિંગર વહેંચી રહી છે ભજીયા, તમે પણ તેની સાથે ભજીયા ખાઇને પડાવી શકો છો સેલ્ફી
ક્યાં યોજાઈ હતી પાર્ટી?
નવેમ્બર મહિનામાં થયેલી નૉટી ઈન નૉલિન્સ નામની આ ઈવેન્ટમાં લગભગ 300 લોકો ભેગા થયા હતા. આ ઈવેન્ટના સીઈઓ અને ફાઉન્ડર બૉબ હૈનફોર્ડે પોતાના બ્લોગમાં કહ્યું છે કે તેમણે કોરોના વાયરસથી બચવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. પરંતુ તે પુરતા સાબિત ન થયા કારણ કે ઈવેન્ટ ખતમ થયા બાદ સતત તેમને લોકોના મેસેજ આવી રહ્યા હતા કે તેઓ કોરોના પોઝિટિવ થયા છે.
Breakup બાદ IAS કે IPS બનવાને બદલે કરોડપતિ આશિકે સંપત્તી પાણીના ભાવે વેચી, પછી કર્યું એવું કે...
કોણ-કોણ લોકો થયા સામેલ?
પાર્ટીમાં તમામ ઉંમરના હાઈ ક્લાસ લોકો સામેલ થયા હતા. આ કંપની વારંવાર આવી પાર્ટીઝનું આયોજન કરે છે. જેમાં સામેલ થવા માટે લોકો તલપાપડ થાય છે. જો કે આ ઘટના બાદ આયોજક બૉબે આ વાતનો ખૂબ જ અફસોસ વ્યક્ત કર્યો છે. તેમના એક ખાસ મિત્ર પણ કોરોના પોઝિટિવ થયા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. બૉબનું કહેવું છે કે, જો તેમની પાસે સમયમાં પાછળ જઈને પોતાનો નિર્ણય બદલવાની તાકાત હોત તો તેમણે ક્યારેય આ ઈવેન્ટનું આયોજન ન કર્યું હોત. બૉબે પોતાના બ્લૉગમાં લખ્યું કે, જો મને ખબર હોત કે આવું થઈ શકે છે તો મે ક્યારેય આ ઈવેન્ટ ન કરી હોત. મને આ વાત સતત પરેશાન કરી રહી છે અને તે ત્યાં સુધી પરેશાન કરતી રહેશે જ્યાં સુધી બધુ ઠીક નહીં થઈ જાય.
Farmer Protest: કૃષિ કાયદો અને MSP ના વિવાદિત મુદ્દાને સમજો સરળ ભાષામાં
નિયમોનું થયું હતું પાલન!
બૉબે પોતાના બ્લોગમાં કહ્યું કે, આ ઈવેન્ટ માટે કોરોનાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેણે લખ્યું કે- તમામ લોકોનો આવતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું હતું. લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યા હતા. માત્ર ડ્રિંક લેતા સમયે અને જમતા સમયે જ માસ્ક ન પહેરવાની છૂટ હતી. સેનિટાઈઝેશનની વ્યવસ્થા હતી. સાથે જ જેઓ હાલમાં કોરોના નેગેટિવ હતા તેણે રિસ્ટ બેંડ પહેર્યો હતો અને જે લોકોમાં એન્ટીબૉડી હતા તેમણે બીજા હાથમાં રિસ્ટ બેંડ પહેર્યો હતો. શહેરની કોરોના ગાઈડલાઈનના હિસાબથી ઈવેન્ટમાં ડાન્સ ફ્લોર પણ નહોતો રાખવામાં આવ્યો.
Farmers Protest: ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા ખેડૂત નેતા, બેઠક શરૂ
બૉબે પોતોના બ્લોગમાં લખ્યું કે, જેવું અમને ખબર પડી કે કેટલાક લોકોને કોરોના થયો છે તો, અમે તેમને સવાલ પુછ્યા, જેથી અમને ખબર પડે તે આ ઈવેન્ટ દરમિયાન એ ક્યો વિસ્તાર હતો જે સૌથી વધુ રિસ્કી હતો. અમે જેટલા લોકો સાથે વાત કરી તેમણે કહ્યું કે પહેલા બે દિવસ તેઓ સજાગ અને તમામ ગાઈડ લાઈનનું પાલન કરી રહ્યા હતા પરંતુ દિવસના આ ઈવેન્ટમાં તેના બાદ લાપરવાહી વધવા લાગી અને છેલ્લો દિવસ આવતા તે લોકો બેપરવાહ થઈ ગયા અને એટલે જ કોરોના ફેલાયો.
હવે શું પગલાં?
વેબસાઈટ નોલાના રિપોર્ટ અનુસાર, આ વખતે ઈવેન્ટ ગયા વર્ષની સરખામણીમાં નાના પાયે થઈ હતી. વર્ષ 2019માં આ ઈવેન્ટમાં 2 હજાર લોકો જોડાયા હતા પરંતુ આ વખતે માત્ર 300 લોકો પહોંચ્યા હતા. આયોજકનો દાવો છે કે, તેમણે તમામ પ્રકારની પરવાનગી લીધી હતી. જેથી તેમની સામે કોઈ પગલાં ન લેવાઈ શકે. જો કે આ વખતે અનેક લોકો સંક્રમિત થયા હોવા છતા આવતા વર્ષે પાર્ટીનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે